બુધવારે લેહમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ સોનમ વાંગચૂકે પોતાના 15 દિવસોથી ચાલતી ભૂખ હડતાળને તોડી દીધી છે. આ વિરોધ પ્રદર્શનને નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર પણ લદ્દાખમાં થયેલી હિંસા પાછળનું કારણ વાંગચૂક દ્વારા પોતાના નિવેદનોમાં નેપાળી આંદોલનની ચર્ચા ગણાવી છે. પરંતુ શું તમને ખબર છે લેહ લદ્દાખમાં થયેલા પ્રદર્શનો પાછળ 2 મોટા સંગઠનોનું નામ સામે આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ સંગઠન લોકોનું નેતૃત્વ કરી રહ્યા હતા.
કોને કરાવી 24 સપ્ટેમ્બરે લેહમાં હિંસા?
કેન્દ્ર સરકાર આ હિંસા માટે સોનમ વાંગચૂકને આરોપી માની રહી છે. લદ્દાખના પૂર્વ DGP એ મીડિયા એંજન્સી સાથે વાત કરતાં કહ્યું કે સોનમ દ્વારા કરવામાં આવેલી હડતાળ ફક્ત કેન્દ્ર સાથે નિરાશા જ નહિ પણ રાજનૈતિક ધ્યેય પણ છે. તેમણે ભૂખ હડતાળ દરમિયાન પોતાના નિવેદનોમાં અરબ સ્પ્રિંગ અને નેપાળી આંદોલનોનું ઉદહારણ આપ્યું હતું. આ કારણે જ યુવા પ્રદર્શનકારી ગુસ્સે ભરાયા અને હિંસા થઈ.
2 મોટા સંગઠનોએ કર્યું નેતૃત્વ
24 સપ્ટેમ્બરે બનેલી ઘટના પછીથી સૌથી મોટો સવાલ એ હતો કે પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કોણ કરી રહ્યું હતું. આની માટે લદ્દાખના બે સંગઠનોના નામ સામે આવ્યા છે. પહેલું સંગઠન છે લેહ એપેક્ષ બોડી અને બીજા સંગઠનનું નામ કારગિલ ડેમોક્રેટિક એલાયાંસ છે. આ બંને સંગઠનોનું ગઠન વર્ષ 2020 માં જ થયું હતું. સોનમ વાંગચૂક લેહ એપેક્સ બોડી સંગઠનના સભ્ય પણ છે. આ બંને સંગઠો સાથે મળીને કામ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે નેતૃત્વનું કામ આ બંને ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું છે. 6 ઓક્ટોબરના રોજ યોજાનારી ચર્ચામાં બંને સંગઠનોના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
સોનમ વાંગચૂક અને અન્ય પ્રદર્શનકારીઓની 4 પ્રમુખ માંગ
2019 માં 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ કરવામાં આવ્યું હતું. એટલા માટે લદ્દાખ હવે પૂર્ણ રાજ્યની માંગ કરી રહ્યું છે.
તેમની બીજી માંગ છઠ્ઠી અનુસૂચિ હેઠળ બંધારણીય રક્ષણ પૂરું પાડવાની છે.
વિરોધીઓની માંગ છે કે લદ્દાખમાં બે લોકસભા બેઠકો હોવી જોઈએ - લદ્દાખ અને કારગિલ.
સ્થાનિક લોકોને સરકારી નોકરીઓમાં વધુ તકો મળવી જોઈએ.