ઉત્તરપશ્ચિમ શ્રીલંકામાં બનેલી દુર્ઘટનામાં એક ભારતીય સહિત કુલ સાત બૌદ્ધ સાધુઓનાં મોત થયા છે, જ્યારે છ સાધુઓ ઘાયલ થયા છે. દુર્ઘટના ત્યારે બની જ્યારે કેબલ-આસિસ્ટેડ રેલગાડી પલટી ગઈ.
🔹 ક્યાં બની ઘટના?
આ ઘટના બુધવારે રાત્રે કોલંબોથી આશરે 125 કિમી દૂર નિકાવેરતિયાના પ્રખ્યાત બૌદ્ધ મઠ "ના ઉયાના અરણ્ય સેનાસનાયા" ખાતે બની હતી. આ મઠ તેના ધ્યાન સ્થળ માટે જાણીતું છે અને વિશ્વભરના ભક્તોને આકર્ષે છે.
🔹 મૃતકોમાં વિદેશી નાગરિકો પણ
મૃતકોમાં એક ભારતીય, એક રશિયન અને એક રોમાનિયન નાગરિકનો સમાવેશ થાય છે.
ઘાયલ છમાંથી ચાર સાધુઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.