ભારતે આધુનિકતાના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે. પહેલી વાર, ભારતે રેલ લોન્ચર પર આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આનો અર્થ એ થયો કે ભારતને હવે મિસાઇલ લોન્ચ કરવા માટે શ્રીહરિકોટા મિસાઇલ જેવા લોન્ચરની જરૂર રહેશે નહીં. આ મિસાઇલને ચાલતી ટ્રેનમાં ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે.
અગ્નિ-પ્રાઇમ મિસાઇલ એ આગામી પેઢીની મિસાઇલ છે. તે 2000 કિમી સુધીની રેન્જ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે ઘણી અને વિવિધ એડવાંન્સ ફીચરથી લેસ છે. ભારત હવે એવા દેશોના પસંદગીના જૂથમાં જોડાઈ ગયું છે જેમની પાસે મોબાઇલ રેલ નેટવર્કથી કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસાવવાની ક્ષમતા છે.
રક્ષા મંત્રીએ અભિનંદન પાઠવ્યા
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે X પર અભિનંદન પાઠવ્યા. તેમણે લખ્યું, "મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઈમ મિસાઈલના સફળ ઉડાન પરીક્ષણ બદલ @DRDO_India, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને અભિનંદન. આ સફળ ઉડાન પરીક્ષણે ભારતને એવા દેશોના પસંદગીના જૂથમાં સ્થાન આપ્યું છે જે મોબાઇલ રેલ નેટવર્કથી કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસાવવાની ક્ષમતા ધરાવે છે."
શું છે વિશેષતાઓ?
એડવાંન્સ નેવિગેશન સિસ્ટમની મદદથી, આ મિસાઇલ દુશ્મનના સ્થાનને સચોટ રીતે નિશાન બનાવી શકે છે.
કોઈપણ પૂર્વશરતો વિના રેલ નેટવર્ક પર ચલાવવાની ક્ષમતા ધરાવે છે.
ઓછી વિજિબલિટી સાથે, લોન્ચ ઓછા પ્રતિભાવ સમયમાં થઈ શકે છે.
આ મિસાઇલને કેનિસ્ટર (બંધ બોક્સ) રાખવામાં આવે છે, જે તેને વરસાદ, ધૂળ કે ગરમીથી રક્ષણ આપે છે.