Thousands of coins from around the world are embedded in this tree: લગભગ બધાએ પોતાના પિતા કે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે, પૈસા ઝાડ પર ઉગતા નથી. પરંતુ બ્રિટનમાં આવેલું આ વૃક્ષ તેને ખોટું સાબિત કરી રહ્યું છે. આ ઝાડ સિક્કાઓથી જડેલું છે અને પીક જિલ્લામાં આવેલું છે. આ આશરે 1700 વર્ષ જૂનું વૃક્ષ પૈસા ઉગાડતું નથી, પરંતુ તે હજારો સિક્કાઓથી જડેલું છે. ખાસ વાત એ છે કે તે ફક્ત બ્રિટનના જ નહીં પરંતુ વિશ્વભરના વિવિધ દેશોના સિક્કાઓથી જડેલું છે. સિક્કાઓ શા માટે જડેલા છે? જાણો સંપૂર્ણ માહિતી.
કેવી રીતે લગાવ્યા આ સિક્કાઓ
વેલ્સના પોર્ટમેઇરિયન ગામમાં આવેલું આ વૃક્ષ એક લોકપ્રિય પર્યટન સ્થળ બની ગયું છે, જ્યાં લોકો તેના પર સિક્કા મૂકે છે. એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં સિક્કા ચોંટાડવામાં ન આવ્યા હોય.
આ વૃક્ષ વિશે ઘણી જુદી જુદી માન્યતાઓ અને શ્રદ્ધાઓ છે, જેના કારણે લોકો તેના પર સિક્કા મૂકે છે.
ઘણા લોકો માને છે કે, ઝાડ પર આવા સિક્કા મૂકવાથી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. ઘણા લોકો એવું પણ માને છે કે, ઝાડમાં કોઈ દૈવી શક્તિ રહેલી છે.
નાતાલના અવસર પર, અહીં મીઠાઈઓ અને ગિફ્ટ્સ પણ રાખવામાં આવે છે અને પ્રેમાળ યુગલો તેમના સંબંધોને મધુર બનાવવા માટે સિક્કા પણ મૂકે છે.
ખાસ વાત એ છે કે, આ સિક્કા ફક્ત યુકેના નથી. વિશ્વભરના દેશોના સિક્કા અહીં લગાવેલ છે. જોકે, યુકેના સિક્કા સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ છે.





















