રાહુલ ગાંધીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે હરિયાણા મતદાર યાદીમાં એક જ મહિલાનો ફોટો ઘણી વાર દેખાયો હતો અને આ મહિલાએ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 22 વાર મતદાન કર્યું હતું.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ મહિલા વિવિધ નામોથી – સીમા, સ્વીટી, સરસ્વતી, રશ્મિ અને વિલ્મા, મતદાર યાદીમાં નોંધાયેલી હતી, જે ચૂંટણીમાં ગંભીર ગેરરીતિનો પુરાવો છે.
તેમણે કહ્યું કે આ મહિલા બ્રાઝિલિયન મોડેલ હોવાનું જણાયું છે. આ દાવા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી અને લોકો એ મહિલાને શોધવા લાગ્યા હતા.
પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે આ ફોટો ખરેખર બ્રાઝિલિયન ફોટોગ્રાફર મેથ્યુસ ફેરેરો દ્વારા લેવામાં આવ્યો હતો, અને મોડેલની ઓળખ હજુ પણ અજાણી છે.
2017માં લેવામાં આવેલા આ ફોટા હવે Unsplash અને Pexels જવા સ્ટોક ઇમેજ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જ્યાં મેથ્યુસ ફેરેરો ફોટાના માલિક તરીકે લિસ્ટેડ છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, એક રિવર્સ ઇમેજ સર્ચમાં આ માહિતીની પુષ્ટિ થઈ છે.





















