Home International Tamil Nadu Assembly Election Opinion Polls Nda Will Have To Join Hands With Actor Vijay Thalapathy

Tamil Nadu Election Opinion Polls : તમિલનાડુમાં સરકાર બનાવવાનું સપનું સાકાર કરવા આ અભિનેતા સાથે NDAએ મિલાવવો પડે હાથ!

Tamil Nadu Election Opinion Polls
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 06:32 AM IST

Tamil Nadu Assembly Election Opinion Polls: ભારતના ચૂંટણી પંચે ગઈકાલે દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત કરી દીધી છે. પશ્ચિમ બંગાળ, કેરળ (કેરલમ્), અસમ, તમિલનાડુ સહિત દેશના ચાર મોટા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી એમ કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી છે. ઇલેક્શન કમિશનને ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓને લઈને ઓપિનિયન પોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે.

તમિલનાડુમાં પહેલીવાર બની શકે છે NDAની સરકાર! જાણો શું કહે છે ઓપિનિયન પોલના તારણોઃ

જેમાં ખાસ કરીને દેશની રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર દક્ષિણના એક મહત્ત્વના ગણાતા રાજ્યમાં ભાજપના ગઠબંધનવાળી NDAની સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અહીં વાત કરવામાં આવી રહી છે દક્ષિણના સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા તમિલનાડુ રાજ્યની. કેન્દ્રિય ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ તમિલનાડુ માટે એક ઓપિનિયન પોલ સામે આવ્યો જેના તારણો સત્તાધારી પાર્ટીને ચિંતામાં મૂકી શકે જ્યારે એનડીએને ખુશ કરી શકે તેવા છે. કેમ તમિલનાડુના ઓપિનિયન પોલના કારણે ભાજપ અને તેના ગટક પક્ષો હાલ ઉત્સાહમાં છે અને કેમ ચિંતામાં મૂક્યો છે તમિલનાડુનો વર્તમાન સત્તાધારી પક્ષો જાણો આ અહેવાલમાં.

તમિલનાડુમાં ક્યારે ચૂંટણી થશે?

મુખ્ય ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખો મુજબ તમિલનાડુની 234 વિધાનસભા બેઠકો માટે 23મી એપ્રિલના રોજ મતદાન થશે અને 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે. તમિલનાડુમાં કુલ 234 વિધાનસભા મતવિસ્તારોમાં 5.67 કરોડ મતદારો નોંધાયેલા છે. આ સીટોમાંથી 44 સીટો શિડ્યૂલ કાસ્ટ્સ માટે અને 2 સીટ શિડ્યૂલ્ડ ટ્રાઈબ્સ માટે અનામત છે. પહેલીવાર મતદાન કરનારા મતદારોની સંખ્યા 12.51 લાખ જેટલી છે.

દેશના રાજકારણમાં તમિલનાડુના રાજકીય મહત્ત્વની વાત કરીએ તો આઝાદીકાળથી આ રાજ્ય પોતાની અલગ છબિ સાથે પ્રસ્થાપિત થયું છે. આ રાજ્ય પહેલાંથી સ્થાનિક રાજકારણમાં મજબૂત પકડને કારણે દેશના અન્ય રાજ્યો કરતા અલગ તરી આવે છે. તમિલનાડુ રાજ્ય દેશની આઝાદીથી વીભક્ત દ્રવિડિયન રાજકારણનો ગઢ રહ્યું છે. અહીં સ્થાનિક પક્ષ DMK અને AIDMK જેવી મજબૂત પ્રદેશીય પાર્ટીઓની હાજરી રાજયને દૃઢ રાજ્યકક્ષિય વ્યક્તિત્વ આપે છે.

દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર અને સૌથી પ્રચલિત ચહેરાઓ તમિલનાડુની રાજનીતિના સૌથી મોટા ચહેરા રહ્યાં છે. તેના કારણે આ રાજ્યમાં રાજનીતિ અને ફિલ્મી દુનિયા એક સાથે અથવા તો એકબીજામાં ભળેલી જોવા મળે છે. તમિલનાડુ રાજ્યનો પહેલાંથી કેન્દ્ર સરકાર સાથે એક અલગ પ્રકારનો સંબંધ રહ્યો છે. તમિલનાડુ માત્ર સીટોની સંખ્યા માટે નહીં, પરંતુ દક્ષિણમાં રાજકીય પ્રતીકશક્તિ અને પ્રાદેશિક ઓળખ પર નિયંત્રણ માટે પણ મહત્વપૂર્ણ છે. BJP માટે અહીં સફળતા દક્ષિણમાં અન્ય રાજ્યોમાં એન્ટ્રીનો સૌથી મોટો પ્રવેશ દ્વાર બની શકે છે.

તમિલનાડુ ચૂંટણીના પરિણામો અંગે શું કહે છે ઓપિનિયન પોલ?

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી અંગે આવેલા ઓપિનિયન પોલ મુજબ હાલની સત્તાધારી Dravida Munnetra Kazhagam (DMK) અને તેના સાથીઓને લગભગ 104–114 બેઠકો મળવાની શક્યતા બતાવવામાં આવી છે. જ્યારે All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK)ના નેતૃત્વમાં National Democratic Alliance (NDA)ને 114–127 બેઠકો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. બીજી તરફ ફિલ્મી દુનિયાને અલવિદા કહીને રાજનીતિમાં સક્રિય થયેલાં સાઉથના સુપરસ્ટાર અભિનેતા વિજય થાલાપતિની પાર્ટી Tamilaga Vettri Kazhagam (TVK)ને 6–12 બેઠકો મળવાની શક્યતા છે.

ભાજપે અભિનેતા વિજય થાલાપતિને આપી છે DyCM પદની ઓફરઃ

મીડિયા રિપોર્ટ્સ મુજબ Bharatiya Janata Party (BJP)એ TVKને NDAમાં સામેલ થવા માટે 80 બેઠકો અને ડેપ્યુટી CM પદની ઓફર આપી છે, પરંતુ વિજય CM પદ માંગતા હોવાથી હજી અંતિમ નિર્ણય થયો નથી. નિષ્ણાંતો માને છે કે જો TVK ગઠબંધનમાં જોડાય તો ચૂંટણી પરિણામો પર મોટી અસર થઈ શકે છે. પરંતુ ફિલ્મી દુનિયા છોડીને નવા નવા રાજનીતિમાં આવેલા અભિનેતા વિજય થાલાપતિ માટે ભાજપ સાથે ગઠબંધન કરવું એટલું સરળ નથી. કારણકે, વિજયે સ્થાનિક રાજકીય પક્ષોની સામે પોતાનો નવો મોરચો ઉભો કર્યો છે. વિજયે પોતાની પાર્ટીને ડીએમકે અને એઆઈડીએમકેથી અલગ ત્રીજો મોરચા તરીકે રજુ કરી છે. આવામાં જો અત્યારથી તેઓ કોઈ પક્ષ સાથે ગઠબંધનમાં જાય તો તેમની રાજનીતિક છબીને અસર થઈ શકે એવું નિષ્ણાંતો માની રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now