Raja Saab Rebel Song: હૈદરાબાદના વિમલ 70mm થિયેટરમાં રવિવારે સાંજે પ્રભાસની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘The Raja Saab’નું પહેલું ગીત ‘Rebel ’ રિલીઝ થયું. આ ગીતના લોન્ચ માટે હજારો ચાહકો સવારથી જ થિયેટર પાસે લાઇન લગાવીને ઊભા હતા, પરંતુ ટેકનિકલ ગડબડને કારણે લોન્ચ સાંજે 6:11ના બદલે રાત્રે 9 વાગ્યા પછી થયું. દિગ્દર્શક મારુતિ અને ક્રિએટિવ પ્રોડ્યુસર SKN પોતે સ્ટેજ પર આવ્યા અને ચાહકોની માફી માંગી.
થિયેટર તાળીઓથી ગુંજી ઉઠ્યું
SKNએ સ્પષ્ટતા કરી કે ફિલ્મ પાન-ઇન્ડિયા રિલીઝ છે એટલે તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ – બધા વર્ઝન એકસાથે રિલીઝ કરવા હતા. તેમાં કન્નડ અને મલયાલમ વર્ઝનમાં ટેકનિકલ ખામી આવી અને ફાઇલ અપલોડમાં પણ ભૂલ થઈ, જે સુધારવામાં વધુ સમય લાગ્યો. જ્યારે આખરે ગીત મોટા પડદા પર વાગ્યું ત્યારે થિયેટર ખદખદ ગુંજી ઉઠ્યું! પ્રભાસનો બળવાખોર, રમતિયાળ અને સ્ટાઇલિશ અવતાર જોઈને ચાહકોએ સીટીઓ અને તાળીઓનો મેઘ વરસાવ્યો. ગીત રિલીઝ થયાના માત્ર 1 કલાકમાં 1 મિલિયનથી વધુ વ્યૂઝ ક્રોસ થઈ ગયા છે.
‘Rebel’ ગીત વિશે ખાસ વાતો
સંગીત: થમન S
તેલુગુ વૉકલ્સ: સંજીત હેગડે & બ્લેઝ
હિન્દી વૉકલ્સ: સચેત ટંડન
હિન્દી લિરિક્સ: કુમાર
પાન-ઇન્ડિયા રિલીઝ: 5 ભાષાઓમાં એકસાથે લોન્ચ
‘The Raja Saab’ 9 જાન્યુઆરી 2026ના રોજ સંક્રાંતિના અવસરે વિશ્વભરના સિનેમાઘરોમાં આવવાની છે. પ્રભાસના ચાહકો આ ફિલ્મને તેની કારકિર્દીનો એકદમ નવો અને મનોરંજક અવતાર માની રહ્યા છે.



















