Revolver Rita: દક્ષિણ ભારતીય સિનેમાની પાવરહાઉસ એક્ટ્રેસ કીર્તિ સુરેશ ફરી એકવાર એક્શન અવતારમાં ધૂમ મચાવવા તૈયાર છે. કંગના રનૌતની ‘રિવોલ્વર રાની’ની યાદ તાજી કરાવતી તેની આગામી તમિલ ફિલ્મ ‘Revolver Rita’ હવે રિલીઝ માટે સંપૂર્ણપણે તૈયાર છે. આજે (23 નવેમ્બર 2025) ફિલ્મનું પહેલું ગીત ‘ડેન્જર મામા’ રિલીઝ થઈ ગયું છે. કીર્તિ સુરેશે પોતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ગીતનું પોસ્ટર શેર કરી ફેન્સને ખુશખબર આપી છે.
દૃશ્યએ દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જગાવ્યો
આ પહેલા રિલીઝ થયેલું ટ્રેલર અને ટાઇટલ ટીઝર પણ ધમાકેદાર રહ્યા હતા. ટીઝરમાં કીર્તિની હેન્ડબેગ ચોરી થાય છે અને જ્યારે ચોરો બેગ ખોલે છે ત્યારે તેમાંથી રિવોલ્વર, લોહીથી લથપથ છરી અને બોમ્બ નીકળે છે – આ દૃશ્યએ દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જગાવ્યો છે.ફિલ્મને CBFCએ U/A સર્ટિફિકેટ આપી દીધું છે અને તે 28 નવેમ્બર 2025ના રોજ વિશ્વભરના થિયેટર્સમાં રિલીઝ થશે.
દિગ્દર્શક જે.કે.ની આ એક્શન-કોમેડી ફિલ્મ
મૂળ રૂપે આ ફિલ્મ 27 ઓગસ્ટે વિનાયક ચતુર્થીના દિવસે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની તારીખ આગળ ધપાવવામાં આવી છે. દિગ્દર્શક જે.કે.ની આ એક્શન-કોમેડી ફિલ્મમાં કીર્તિ સુરેશ સાથે રાધિકા સરથકુમાર, સુનીલ, અજય ઘોષ, રેડિન કિંગ્સલી સહિત ઘણા દમદાર કલાકારો છે. સંગીત સીન રોલ્ડનનું છે અને ફિલ્મનું નિર્માણ સુધાન સુંદરમ અને જગદીશ પલાનીસામીએ કર્યું છે.રિવોલ્વર રાની પછી હવે રિવોલ્વર રીટા પણ પડદા પર આવી રહી છે – કીર્તિ સુરેશના ફેન્સ માટે આ નવેમ્બરનો અંત ધમાકેદાર રહેવાનો છે!


















