The Raja Saab Musical Journey: સાઉથ સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેઇટેડ હોરર-કોમેડી ફિલ્મ ‘The Raja Saab’ના ચાહકો માટે ખુશખબર! ફિલ્મની મ્યુઝિકલ જર્ની આખરે શરૂ થવા જઈ રહી છે અને તેની શરૂઆત થશે ધમાકેદાર ગીત ‘Rebel Saab’થી. આજે પ્રભાસે પોતે પોતાના સોશિયલ મીડિયા પર એક શાનદાર પોસ્ટર શેર કર્યું છે જેમાં તે કલરફુલ આઉટફિટમાં ડાન્સ સ્ટેપ્સ કરતો દેખાઈ રહ્યો છે. આ પોસ્ટર સાથે તેણે જાહેરાત કરી કે, ‘રેબેલ સાબ' 23 નવેમ્બરે આવી રહ્યો છે… મ્યુઝિકલ જર્ની શરૂ!
આ પોસ્ટ પર ‘એનિમલ’ ફેમ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ પણ “Rebel Saab” કમેન્ટ કરીને હાઈપ વધારી દીધું છે.
ફિલ્મ વિશે મહત્વની માહિતી
ફિલ્મનું નામ: ધ રાજા સાબ (The Raja Saab)
જોનર: રોમેન્ટિક હોરર-કોમેડી
ડિરેક્ટર: મારુતિ
મુખ્ય કલાકારો: પ્રભાસ, માલવિકા મોહનન, નિધિ અગરવાલ, સંજય દત્ત, રિદ્ધિ કુમાર
મ્યુઝિક: થમન એસ
રિલીઝ ડેટ: 9 જાન્યુઆરી 2026 (સંક્રાંતિ પર વિશ્વભરમાં, મલ્ટીપલ ભાષાઓમાં)
23 નવેમ્બરથી શરૂ થનારી આ મ્યુઝિકલ જર્ની ચાહકોની રાહ થોડી સરળ બનાવશે. તો તૈયાર રહો, રેબેલ સાબનો ધમાકો બસ દો દિવસ દૂર છે!


















