દક્ષિણ ભારતની સુપરસ્ટાર અભિનેત્રી નયનતારાએ 18 નવેમ્બરે પોતાનો 41મો જન્મદિવસ ઉજવ્યો. આ વખતે તેનો જન્મદિવસ વધુ ખાસ બનાવનાર તેના પતિ અને જાણીતા દિગ્દર્શક વિગ્નેશ શિવન રહ્યા. વિગ્નેશે નયનતારાને ચમકતી નવી રોલ્સ રોયસ કાર ભેટમાં આપી, જેની કિંમત આશરે ₹10 કરોડ છે.
વિગ્નેશે એક લાંબો પ્રેમપત્ર લખ્યો
બુધવારે વિગ્નેશે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ લક્ઝુરિયસ કારના ફોટા શેર કર્યા, જેમાં નયનતારા, વિગ્નેશ અને તેમના બે નાના પુત્રો એકસાથે પોઝ આપતા જોવા મળ્યા. આ સાથે વિગ્નેશે એક લાંબો પ્રેમપત્ર પણ લખ્યો:“હેપ્પી બર્થડે માય નયનતારા… તારો જન્મદિવસ એક આશીર્વાદ છે. હું તને ખૂબ પ્રેમ કરું છું. જીવનને આટલું સુંદર બનાવવા માટે તારો ખૂબ ખૂબ આભાર… અમને આટલી સુંદર ક્ષણો, પ્રેમ અને પોઝિટિવિટી આપવા બદલ બ્રહ્માંડનો પણ આભાર.”ઉલ્લેખનીય છે કે, વિગ્નેશે નયનતારાને જન્મદિવસ પર મોંઘીદાટ કાર ગિફ્ટ કરવાની પરંપરા બનાવી દીધી છે.
બોલિવૂડમાં પણ ધમાકેદાર ડેબ્યૂ
ગયા વર્ષે પણ તેણે મોંઘી કાર ભેટમાં આપી હતી. 2022માં મહાબલીપુરમમાં પરિણીત થયેલા આ દંપતી હવે બે જોડિયા પુત્રોના માતા-પિતા છે. કામના મોરચે નયનતારા સતત વ્યસ્ત રહે છે. તે ટૂંક સમયમાં ચિરંજીવી, બાલકૃષ્ણ અને યશ સાથે મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. તેની પાસે તમિલ અને મલયાલમ ફિલ્મોનો પણ લાંબો લાઇન-અપ છે. 2023માં શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ‘જવાન’થી તેણે બોલિવૂડમાં પણ ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે પણ નયનતારાએ જન્મદિવસ પરિવાર સાથે સાદગીથી ઉજવ્યો, પરંતુ વિગ્નેશની આ રોયલ ગિફ્ટે ચાહકોમાં ખૂબ ચર્ચા જગાવી છે.


















