logo-img
Mahavatar Narsimha Which Cost 40 Crore Earned 325 Crore Faces Serious Allegations Of Theft

40 કરોડની 'Mahavatar Narsimha'એ રચ્યો ઇતિહાસ : થિયેટર્સમાં 325 કરોડની બમ્પર કમાણી, હવે ચોરીના ગંભીર આરોપોમાં ઘેરાઈ

40 કરોડની 'Mahavatar Narsimha'એ રચ્યો ઇતિહાસ
Published by: Offbeat Team
| Last Updated: Nov 20, 2025, 07:04 AM IST

Mahavatar Narsimha controversy: એનિમેટેડ ફિલ્મ “Mahavatar Narsimha” હવે વિવાદોનું કેન્દ્ર બની, માત્ર 40 કરોડના બજેટમાં બનેલી આ ભારતીય એનિમેટેડ ફિલ્મે થિયેટર્સમાં 325 કરોડથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો હતો. ભારતમાં જ 250 કરોડ+નો બિઝનેસ કરીને તે વર્ષની સૌથી મોટી હિટ બની. હવે Netflix પર રિલીઝ થતાંની સાથે જ ફિલ્મ પર સાહિત્યચોરી અને દૃશ્યોની સીધી નકલના ગંભીર આરોપો લાગ્યા છે.

મુખ્ય વિવાદ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફિલ્મનો ક્લાઇમેક્સ એક્શન સીન “God of War (2018)”ના ક્રેટોસ vs બાલ્ડર ફાઇટ સાથે ફ્રેમ-ટુ-ફ્રેમ મેળ ખાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ચાલ, કેમેરા એંગલ, ટાઇમિંગ અને કોરિયોગ્રાફીમાં લગભગ 100% સામ્યતા જોવા મળી રહી છે.

થોડા દિવસ પહેલાં જ બીજી વાયરલ ક્લિપમાં ફિલ્મના અંતિમ યુદ્ધની સીધી તુલના Marvelની “The Incredible Hulk” (2008)ના ક્લાઇમેક્સ સાથે કરવામાં આવી હતી.

નેટીઝન્સનો રોષ

“કોપી-પેસ્ટ એનિમેશન”આ વીડિયો ઝડપથી વાયરલ થતાં ભારતીય એનિમેશન ઇન્ડસ્ટ્રીમાં મૌલિકતા અને ક્રિએટીવિટી પર સવાલો ઊભા થયા છે. ઘણા યુઝર્સે લખ્યું:“₹40 કરોડમાં આટલી સુંદર એનિમેશન બની શકે એ જ બતાવે છે કે કેટલું કોપી કર્યું છે!”

“આ તો સીધું God of Warનું scene જ છે, બસ નરસિંહનું માથું લગાવી દીધું.”

સફળતાની ચમક

વિવાદો વચ્ચે પણ ફિલ્મે જે સફળતા મેળવી છે તે અભૂતપૂર્વ છે

બજેટ: ₹40 કરોડ

વૈશ્વિક કમાણી: ₹325 કરોડ+

ભારતમાં: ₹250 કરોડ+

હવે Netflix પર ટોચના ટ્રેન્ડિંગમાં

ભગવાન વિષ્ણુના વરાહ અને નરસિંહ અવતાર પર આધારિત આ પૌરાણિક એનિમેટેડ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા હતા, પરંતુ હવે તેના નિર્માતાઓ અને એનિમેશન ટીમ પર દબાણ વધી રહ્યું છે કે આ આરોપોનો જવાબ આપે.શું આ ફિલ્મની સફળતા પર આ વિવાદ ગ્રહણ લગાવશે? કે પછી દર્શકો ફરી એકવાર “કન્ટેન્ટ ઇઝ કિંગ”ના મંત્રને જ સ્વીકારશે?

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now