Home Entertainment First Look Of Siddhant Chaturvedi And Mrunal Thakurs Do Deewane Seher Mein Released

સિદ્ધાંત અને મૃણાલની ‘Do Deewane Seher Mein’નો ફર્સ્ટ લુક રિલીઝ : જાણો કયારે આવશે ફિલ્મ સિનેમાઘરોમાં, નિર્માતાઓએ શેર કર્યુ પોસ્ટર

સિદ્ધાંત અને મૃણાલની ‘Do Deewane Seher Mein’નો ફર્સ્ટ લુક રિલીઝ
Published by: OBS Bureau
Last Updated: Nov 21, 2025, 10:29 AM IST

Do Deewane Seher Mein: સંજય લીલા ભણસાલીના નિર્માણ હેઠળ બનતી રોમેન્ટિક ફિલ્મ ‘Do Deewane Seher Mein’નો ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની જોડી વાળી આ ફિલ્મ આવતા વર્ષે વેલેન્ટાઇન વીકમાં એટલે કે 20 ફેબ્રુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં આવશે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરતાં લખ્યું,

“બે હૃદય, એક શહેર, એક અપૂર્ણ રીતે પૂર્ણ પ્રેમકથા. આ વેલેન્ટાઇન ડે પર, ચાલો પ્રેમ સાથે મળીએ. Do Deewane Sheher Mein 20 ફેબ્રુઆરી, 2026ના રોજ રિલીઝ થશે.”

ફર્સ્ટ લુકમાં શું છે ખાસ?

આ ટીઝર-જેવા ફર્સ્ટ લુકમાં રોમેન્ટિક મૂડના કેટલાક સુંદર દૃશ્યો જોવા મળે છે.

પાણીમાં પડતું પાન

બે હાથમાં ચાના કપ

પતંગિયા ફૂલો પર ફરતા

પર્વતોનો મનમોહક નજારો

મુંબઈ મેટ્રોમાં મુસાફરી

પુલ પર બેઠેલું કપલ

વરસાદમાં ભીંજાતું કપલ

આ દૃશ્યો ફિલ્મની રોમેન્ટિક અને શહેરી પ્રેમકથાનો સુંદર સંકેત આપે છે.

સેલેબ્સનો પ્રેમ વરસ્યો

ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ સેલિબ્રિટીઝે પ્રેમ વરસાવ્યો છે. અભિનેત્રી સંદીપા ધરે હાર્ટ ઇમોજી સાથે કોમેન્ટ કરી.

દિગ્દર્શક ઝોયા અખ્તરે લખ્યું, “સિદ, મૃણાલ ”

ઘણા યુઝર્સે લખ્યું, “ટાઇટલ જબરદસ્ત છે! આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.”

ફિલ્મ વિશે

દિગ્દર્શન: રવિ ઉદયવાર

નિર્માણ: સંજય લીલા ભણસાલી, પ્રેરણા સિંહ, ઉમેશ બંસલ અને ભરત સિંહ રંગા

બેનર: ઝી સ્ટુડિયોસ અને સંજય લીલા ભણસાલી ફિલ્મ્સ

વેલેન્ટાઇન 2026માં સિદ્ધાંત-મૃણાલની આ અધૂરી-પૂરી પ્રેમકથા જોવા માટે તૈયાર થઈ જાઓ!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now