Malayalam film Vilayata buddha: 21 નવેમ્બરે રિલીઝ થયેલી બે મોટા બજેટવાળી બોલિવૂડ ફિલ્મો – ફરહાન અખ્તરની ‘120 બહાદુર’ અને આફતાબ-વિવેક-રિતેશની ‘મસ્તી 4’ – ધમાકેદાર પ્રમોશન છતાં પહેલા દિવસે નરમ પ્રદર્શન કરી રહી છે. બીજી તરફ ઓછા બજેટની મલયાલમ ફિલ્મ ‘Vilayata buddha’એ બંનેને પાછળ છોડી દીધા છે અને બજેટની સરખામણીમાં શાનદાર ઓપનિંગ લીધું છે.
પહેલા દિવસના આંકડા વિલાયત બુદ્ધા
(મલયાલમ) → ₹1.65 કરોડ નેટ (ભારત)
મસ્તી 4 → ₹2.50 કરોડ નેટ
120 બહાદુર → ₹2.35 કરોડ નેટ (વૈશ્વિક ₹3 કરોડ આસપાસ અપેક્ષિત)
બજેટની તુલના – અહીં છે અસલી આઘાત
વિલાયત બુદ્ધા: બજેટ માત્ર ₹8–10 કરોડ આસપાસ (અંદાજિત)
→ પહેલા જ દિવસે લગભગ 16–20% બજેટ રિકવર!
120 બહાદુર: બજેટ ₹80–85 કરોડ
→ પહેલા દિવસે માત્ર 2.8–3% રિકવરી
મસ્તી 4: બજેટ આશરે ₹50 કરોડ
→ પહેલા દિવસે મત્ર 5% રિકવરી
પૃથ્વીરાજ સુકુમારન અભિનીત 'Vilayata buddha’એ માત્ર કેરલમાં જ નહીં, બાકીના ભારતમાં પણ સારી ઓક્યુપન્સી દેખાડી છે. વર્ડ ઓફ માઉથ ખૂબ જ સકારત્મક છે, જેના કારણે શનિ-રવિવારે મોટો જમ્પ અપેક્ષિત છે.બીજી તરફ બંને બોલિવૂડ ફિલ્મોને હિટ થવા માટે હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે. ખાસ કરીને ‘120 બહાદુર’ માટે ₹80+ કરોડનું બજેટ રિકવર કરવું લગભગ અશક્ય જણાઈ રહ્યું છે.એકવાર ફરીથી સાબિત થયું – ભારતીય બોક્સ ઓફિસ પર કન્ટેન્ટ જ રાજા છે!


















