NC24 As Vrushakarma: તા. 23 નવેમ્બર, નાગા ચૈતન્યના 39મા જન્મદિવસના પવિત્ર પ્રસંગે તેના ફેન્સ માટે સૌથી મોટી ભેટ આવી ગઈ છે. સુપરસ્ટાર મહેશ બાબુએ પોતાના હાથે નાગા ચૈતન્ય અને ડાયરેક્ટર કાર્તિક દંડુની આગામી ફિલ્મ NC24નું ઓફિશિયલ ટાઈટલ અને ફર્સ્ટ લુક પોસ્ટર લોન્ચ કર્યું છે. આ ફિલ્મનું સત્તાવાર નામ છે ‘ Vrushakarma’ એક પૌરાણિક થ્રિલર જે દર્શકોને રહસ્ય અને એક્શનના અદ્ભુત સંગમનો અનુભવ કરાવશે.
નાગા ચૈતન્ય શક્તિશાળી રોલ
ફર્સ્ટ લુક પોસ્ટરમાં યુવાસમ્રાટ નાગા ચૈતન્ય પૂરી એક્શન મોડમાં નજરે પડે છે. લાંબા વાળ, ઘાતક નજર અને હાથમાં તલવાર જેવું હથિયાર લઈને તેનો આ અવતાર ચાહકોને પાગલ બનાવી રહ્યો છે. પોસ્ટર જોતાં જ લાગે છે કે આ ફિલ્મમાં નાગા ચૈતન્ય એકદમ અલગ અને શક્તિશાળી રોલમાં દેખાશે.
નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું:
“#NC24 ટાઈટલ રિવીલ – Vrushakarma
એક પૌરાણિક થ્રિલર આવી રહી છે! જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ યુવાસમ્રાટ @chayakkineni
”મહેશ બાબુએ પણ ખાસ પોસ્ટ કરીને નાગા ચૈતન્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને ફિલ્મના ટાઈટલની ઘોષણા કરી. બંને સ્ટાર્સની આ દોસ્તી અને પરસ્પર સપોર્ટ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી, પરંતુ આ ફર્સ્ટ લુક પછી ચાહકોમાં ‘ Vrushakarma’ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગા ચૈતન્યના કરિયરની સૌથી મોટી ફિલ્મોમાંની એક બનવાની આ ફિલ્મની તમામ તૈયારીઓ ચાલી રહી છે. હવે તો બસ એક જ સવાલ છે વૃષ્કર્મા ક્યારે આવશે?


















