Tanushree Dutta wedding news: બોલિવૂડની બોલ્ડ બ્યૂટી તનુશ્રી દત્તા ફરી એકવાર ચર્ચામાં છે, અને આ વખતે કારણ છે તેના લગ્ન અને માતૃત્વની આગાહી! લાંબા સમયથી ફિલ્મોના પડદેથી દૂર રહેલી તનુશ્રીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલ્લેઆમ કહ્યું કે તે લગ્ન કરવા અને મા બનવા ઈચ્છે છે, અને આ વાત તેને એક 90 વર્ષીય સંતે કહી છે.
90 વર્ષ જૂના સાધુએ આશીર્વાદ આપ્યા
પિંકવિલા સાથેની વાતચીતમાં તનુશ્રીએ જણાવ્યું કે તે મા કામાખ્યા દેવીના દર્શને ગઈ હતી, જ્યાં એક 90 વર્ષ જૂના સાધુએ તેને આશીર્વાદ આપતાં કહ્યું:“તને પુત્ર થશે… અને તું ડિસેમ્બરમાં લગ્ન કરીશ! ”જોકે સાધુએ એ સ્પષ્ટ કર્યું નહીં કે કયા વર્ષના ડિસેમ્બરની વાત છે. તનુશ્રીએ હસતાં-હસતાં કહ્યું કે તેણે સાધુને વિનંતી કરી, “પહેલાં લગ્નનો આશીર્વાદ આપો, પછી પુત્ર!” આ પછી તનુશ્રીએ શિરડી સાંઈ બાબાના મંદિરમાં એક ખ્રિસ્તી ટેરોટ કાર્ડ રીડરને પણ મળી, અને તેમણે પણ એ જ વાત કહી – “તારી આસપાસ એક પુત્રનો આત્મા છે, તું ટૂંક સમયમાં મા બનીશ.
તનુશ્રી દત્તા ખરેખર દુલ્હન બનતી જોવા મળશે?
”તનુશ્રીએ સ્પષ્ટ કહ્યું કે તે લગ્ન વગર કોઈ સંબંધ કે ગર્ભધારણ નથી ઈચ્છતી. તે ફક્ત એવી વ્યક્તિ સાથે જ સંબંધ બાંધવા માંગે છે જે લગ્ન માટે તૈયાર હોય. હવે સવાલ એ છે કે… શું આવતા મહિને ડિસેમ્બર માં તનુશ્રી દત્તા ખરેખર દુલ્હન બનતી જોવા મળશે? કે પછી આ “ડિસેમ્બર” કોઈ બીજા વર્ષનું હશે? ફેન્સ તો બસ એટલું જ કહી રહ્યા છે તનુશ્રીના લગ્નની ઘંટડી વાગે એની રાહ જોઈ રહ્યા છે!


















