Dharmendra Net Worth: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તે એક શાનદાર બોલિવૂડ અભિનેતા હતા. તેમની ફિલ્મ "ઈક્કીસ" 25 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં બોલિવૂડના હી-મેન ભાવનાત્મક અવતારમાં જોવા મળી રહ્યા છે અને ટ્રેલરમાં તેમને જોયા પછી તેમની ઘણી પ્રશંસા થઈ રહી છે. બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર 1960 ના દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહ્યા હતા. તેમણે 1960 માં "દિલ ભી તેરા હમ ભી તેરે" થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને હવે તેમની આગામી ફિલ્મ "ઈક્કીસ" થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. હવે જ્યારે તેમની ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે તમે જાણી શકો છો કે ધર્મેન્દ્રની નેટ વર્થ કેટલી હતી.
ધર્મેન્દ્રએ 300 ફિલ્મોની કરિયર દરમિયાન ₹335 કરોડની સંપત્તિ એકઠી કરી હતી. તેમણે કલનરીથી લઈને હોસ્પિટલ ફીલ્ડ સુધીના વિવિધ ક્ષેત્રોમાં પણ રોકાણ કર્યું છે. ધર્મેન્દ્રએ ગરમ ધરમ ઢાબાથી પોતાનો રેસ્ટોરન્ટ બિઝનેસ શરૂ કર્યો હતો. બાદમાં તેમણે કરનાલ હાઇવે પર હીમૈન નામનું બીજું રેસ્ટોરન્ટ ખોલ્યું હતું.
ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતા. તે નિયમિતપણે તેના ફોલોઅર્સ માટે નવી પોસ્ટ્સ શેર કરતા હતા. તેમણે સોશિયલ મીડિયા પર તેમના 100 એકરના ફાર્મહાઉસની ઝલક પણ શેર કરી હતી. શહેરના દૂરના વિસ્તાર લોનાવાલામાં સ્થિત, તેમાં સ્વિમિંગ પૂલ અને એક્વાથેરાપી છે. ધર્મેન્દ્ર મહારાષ્ટ્રમાં 17 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ હતી. અહેવાલો અનુસાર, ધર્મેન્દ્ર પાસે ₹450 કરોડની સંપત્તિ હતી.
ધર્મેન્દ્રએ મહારાષ્ટ્રમાં ખેતીલાયક અને બિન-ખેતીલાયક જમીનમાં પણ ઇન્વેસ્ટ કર્યું હતુ, જેની કિંમત અનુક્રમે 88 લાખ રૂપિયા અને 52 લાખ રૂપિયાથી વધુ છે. 2015ના ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, તેમણે લોનાવાલામાં તેમના ફાર્મહાઉસ નજીક 12 એકરના પ્લોટ પર 30 કોટેજ ધરાવતું રિસોર્ટ બનાવવા માટે એક રેસ્ટોરન્ટ કંપની સાથે ભાગીદારી કરી હતી.



















