રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં અચાનક એક ચાર માળનું મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે, આખું મકાન થોડી જ ક્ષણોમાં કાટમાળમાં ફેરવાઈ ગયું.
પિતા અને દીકરીનું કરૂણ મોત
આ દુર્ઘટનામાં પિતા અને દીકરીનું મોત થઈ ગયુ છે, જ્યારે બીજી તરફ 7 લોકો કાટમાળમાં દટાયા હતા. તેમાંથી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકની ઓળખ 33 વર્ષીય પ્રભાત અને તેની 6 વર્ષની દીકરી પીહૂના રૂપમાં થઈ છે. આ દુર્ઘટના શુક્રવારે રાત્રે લગભગ 12:00 વાગ્યે સુભાષ ચોક સર્કલ પર સ્થિત બાલ ભારતી સ્કૂલની પાછળ બની હતી. તેમાંથી એકને ગંભીર હાલતમાં SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
7 લોકો કાટમાળમાં દટાયા
સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને આ દુર્ઘટના અંગે સૂચના આપી. માહિતી મળતાં જ પોલીસ દળ, સિવિલ ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. 5 લોકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા, જેના કારણે તેમના જીવ બચી ગયા.