ભારત અને અમેરિકા સંબંધ સતત ખરાબ થાત જઈ રહ્યા છે, આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને પોતાનો એક સારો મિત્ર ગણાવ્યો અને એમ પણ કહ્યું કે મને લાગે છે કે આપણે ભારત અને રાશીને ઊંડા, અંધારા ચીનના હાથે ગુમાવી દીધું છે. આપણે ચીન - રુસ - ભારતનું આ જોડાણ લાંબુ અને સમૃદ્ધ બને તેવી કામના કરીએ છીએ. ભારત-અમેરિકા સંબંધો પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓ અને આપણા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની ખૂબ પ્રશંસા કરું છું અને તેમનું સંપૂર્ણ સમર્થન કરું છું. ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને દૂરદર્શી વ્યાપક અને વૈશ્વિક રણનૈતિક ભાગીદારી ધરાવે છે.
આ પહેલા વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત-અમેરિકા સંબંધો પર કહ્યું હતું કે મે મોદીની સાથે હંમેશા મિત્ર રહીશ, તે એક મહાન મંત્રી છે. ભારત અને અમેરિકાની વચ્ચે એક વિશેષ સંબંધ છે. આમાં ચિંતાની કોઈ વાત નથી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, મને નથી લાગતું કે અમારી વચ્ચે કોઈ વિશેષ સંબંધ છે. જેમ કે તમને ખબર છે, મારે મોદી સાથે ઘણો સારો મેળ આવે છે. તે થોડા મહિનાઓ પહેલા અહીં આવ્યા હતા, અમે રોઝ ગાર્ડનમાં ગયા હતા.