અહેવાલ: Samir Shukla (Senior Journalist), New Jersey, USA
ન્યુયોર્ક શહેર અમેરિકાનું આર્થિક પાટનગર છે. 790 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલા આ શહેરની કુલ વસ્તી 85 લાખની છે. જેમાં લગભગ 10 લાખ buildings આવેલા છે. સ્વાભાવિક છે આટલા મોટા શહેરની ગટર વ્યવસ્થા બેજોડ હોય.
ન્યુયોર્ક શહેરમાં આશરે 6,00,000થી વધુ મેનહોલ કવર્સ છે, જેમાંથી મોટા ભાગના સીવર (ગટર) સિસ્ટમ માટે વપરાય છે. આ ઢાંકણાઓનું સંચાલન મુખ્યત્વે ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન (DEP) કરે છે, જ્યારે વીજળી કંપની કોનેડિસન (Con Edison) પણ કેટલાક વાપરે છે.
આ ઢાંકણા ગોળાકાર હોય છે કારણ કે તેથી તે ક્યારેય માળખામાંથી ખસી નથી જતા અને કામ કરવા માટે સરળ છે. તેનું વજન 100-200 પાઉન્ડ (45-90 કિલો) હોય છે,
ન્યુયોર્ક સિટી (NYC)ના વ્યસ્ત રસ્તાઓ પર જો તમે નીચે તરફ નજર કરો, તો તમને અનેક ગટર ઢાંકણા (મેનહોલ કવર્સ) મળશે જેના પર મોટા અક્ષરોમાં "N.Y.C. SEWER – MADE IN INDIA" લખેલું જોવા મળે. આ ઢાંકણા શહેરના પ્રતીકો જેવા છે, પરંતુ તેની Manufacturing કહાની આશ્ચર્યજનક છે. તેમને ભારતમાં બનાવવામાં આવે છે અને પછી હજારો માઈલો દૂર અમેરિકા લાવવામાં આવે છે.
સવાલ જરૂરથી થાય કે મેનહોલ કવર્સ ભારતમાં કેમ બને છે ?
ભારતમાં બનેલા ઢાંકણા અમેરિકામાં કરતા 20%થી 60% ભાવમાં સસ્તા હોય છે. લગભગ 40 વર્ષ પહેલાં ભારતીય કંપનીઓએ અમેરિકાને આ ઉત્પાદનો આપવાનું શરૂ કર્યું. હવે, ભારતીય સપ્લાયર્સ અમેરિકાના શહેરો જેમ કે હ્યુસ્ટન, વોશિંગ્ટન ડીસીને પણ વેચે છે.
મુખ્યત્વે પશ્ચિમ બંગાળના 'હાવરા' (Howrah)માં, જે 'ઇન્ડિયાનું શીટલ ટાઉન' તરીકે ઓળખાય છે. અહીં ક્રેસેન્ટ જેવી કંપનીઓ વાર્ષિક $4 મિલિયનથી વધુની નિકાસ કરે છે.




















