logo-img
India Vs South Africa Marco Jansens All Round Show Team India Destroyed

IND vs SA; Marco Jansen નો ઓલરાઉન્ડ શો, ટીમ ઈન્ડિયા ધ્વસ્ત! : 50+ રન અને 5 વિકેટનો અનોખો રેકોર્ડ, ગુવાહાટી ટેસ્ટમાં SA ની મજબૂત પકડ

IND vs SA; Marco Jansen નો ઓલરાઉન્ડ શો, ટીમ ઈન્ડિયા ધ્વસ્ત!
Published by: Offbeat Team
| Last Updated: Nov 24, 2025, 12:03 PM IST

Players who have taken 50 runs and 5 wickets in India: પહેલી ઇનિંગમાં 93 રન બનાવ્યા બાદ જાનસને 6 વિકેટ ઝડપી હતી. આ સાથે, આ ઓલરાઉન્ડરે એક મોટો રેકોર્ડ નોંધાવ્યો. જાનસેન 2000 પછી ભારતમાં એક ટેસ્ટમાં 50 થી વધુ રનની ઇનિંગ રમનાર અને 5 વિકેટ લેનાર ફક્ત ત્રીજો અવે ટીમનો ખેલાડી બન્યો છે. તે આ યાદીમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર નિકી બોજે અને વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડર સામેલ છે.

વિદેશી ખેલાડીઓના 2000 થી ભારતમાં ટેસ્ટ મેચમાં 5 વિકેટ અને 50+ રન

નિકી બોજે (SA), બેંગલુરુ, 2000

જેસન હોલ્ડર (WI), હૈદરાબાદ, 2008

માર્કો જેન્સેન (SA), ગુવાહાટી, 2025

10 માંથી 6 વિકેટ જાનસેનના નામે

જાનસેન અને સિમોન હાર્મરે 10 માંથી 9 વિકેટ લીધી, અને કેશવ મહારાજે 1 વિકેટ લીધી. 489 રનના જવાબમાં ભારતે સારી શરૂઆત કરી હતી, જેમાં યશસ્વી જયસ્વાલ અને કે. એલ રાહુલે પહેલી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. જોકે,

ભારત માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ જ્યારે તેઓએ પહેલા રાહુલને સ્લિપમાં કેચ આઉટ કર્યો અને પછી જાનસેને યશસ્વી જયસ્વાલનો શોર્ટ થર્ડ પર શાનદાર કેચ પકડ્યો. તેના કારણે ભારતનો સ્કોર 95/1 થી 105/5 અને પછી 122/7 થયો કારણ કે, બેટ્સમેનો કઈ જ કરી શક્યા નહીં.

વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવની મજબૂત પાર્ટનરશીપ

વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે ટકી રહેવા અને ભારતને ફોલો-ઓન ટાળવાની નજીક લઈ જવા ઇચ્છતા હતા. બંનેએ 122 પર 7 વિકેટથી પાર્ટનરશીપ કરી, જ્યારે ભારત 362 રન પાછળ હતું અને ફોલો-ઓન ટાળવા માટે 163 રન પાછળ હતું. બંનેએ 72 રનની મજબૂત પાર્ટનરશીપ નોંધાવી હતી, પરંતુ સુંદર 48 રનમાં આઉટ થયો અને ટીમ ઈન્ડિયા 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

સાઉથ આફ્રિકાની લીડ

મેચના ત્રીજા દિવસે અંતિમ સત્રમાં સાઉથ આફ્રિકાની ટીમ થોડી વાર માટે બેટિંગ કરવા ઉતર્યા અને દિવસના અંતે 26 રન બનાવ્યા, જેમાં રાયન રિકેલ્ટન અને એડન માર્કરામ અનુક્રમે 13 અને 12 રન બનાવીને નોટઆઉટ રહ્યા છે. સાઉથ આફ્રિકા પાસે 314 રનની લીડ છે અને તેમની બધી 10 વિકેટ બાકી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now