IND vs SA: ગુવાહાટી ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા માટે નિષ્ફળ દિવસ સાબિત થયો. પ્રથમ ઇનિંગમાં સાઉથ આફ્રિકાના 489 રનના જવાબમાં ઈન્ડિયા માત્ર 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. અને સાઉથ આફ્રિકાએ 288 રનની વિશાળ લીડ મેળવી લીધી.
ભારતનો બેટિંગ કોલાપ્સ માત્ર 27 રનમાં 6 વિકેટ
આજના દિવસની શરૂઆત 9/0 થી કરી હતી. અને 95/2 સુધી બધું કંટ્રોલમાં હતું. પરંતુ ત્યાંથી બેટિંગ એકદમ બેકાર પડી. 95 રનમાં 2 વિકેટથી 122 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી. 27 રનના સ્પેલ દરમિયાન ભારતે 6 વિકેટ ગુમાવી દીધી. જેમા ટીમના 96 રને સાઈ સુદર્શન, 104 રને શરુવ જૂરેલ, 105 રને રિષભ પંત, 119 રને નીતિશકુમાર રેડ્ડી અને 122 માં રને રવીન્દ્ર જાડેજાની વિકેટ ગુમાવી દીધી.
માર્કો જેન્સેન અને એડેન માર્કરામનો તાંડવ
સાઉથ આફ્રિકા માટે સૌથી મોટો ફેરફાર લાવ્યો માર્કો જેન્સેન છે. તેની 6 વિકેટ સ્પેલે ઈન્ડિયાને સંપૂર્ણ બેકફૂટ પર મૂકી દીધું. યુવા બેટર્સ હોય કે, સિનિયર ખેલાડી કોઇ પાસે જવાબ ન હતો. સાથે જ એડેન માર્કરામે 5 કેચ પકડ્યા.
કયા બેટ્સમેને શું કર્યું?
યશસ્વી જયસ્વાલે 58 રન ફટકાર્યા વોશિંગ્ટન સુંદરના 48 રન. માત્ર આ બે જ બેટ્સમેને 25 રનથી વધારે રન ફટકાર્યા છે. બાકી કોઈ પણ ખેલાડીએ 25 રન પણ નથી ફટકાર્યા. મિડિલ ઓર્ડર ફાઇલ પડ્યું ત્યારે સુંદરે ઇનિંગ્સ ખેંચવાનો પ્રયાસ કર્યો. પરંતુ બીજી બાજુથી કોઈ સપોર્ટ મળ્યો જ નહીં.
ફ્લોપ શો
કે. એલ રાહુલ 22 રનમાં, સાઈ સુદર્શન 15 રનમાં, ધ્રુવ જૂરેલ 0 રનમાં, રિષભ પંત 7 રનમાં, નીતિશકુમાર રેડ્ડી 10 રનમાં, રવીન્દ્ર જાડેજા 6 રનમાં, કુલદીપ યાદવ 9 રનમાં, જસપ્રીત બુમરાહ 5 રનમાં આઉટ થયા. જેમા બેટ્સમેન કરતાં વધારે બોલ કુલદીપ યાદવે રમી છે, જે 134 બોલનો સામનો કર્યો.




















