logo-img
Ind Vs Sa Day 3 Of The Second Test Completes South Africa Has A Huge Lead

IND vs SA; બીજી ટેસ્ટનો ત્રીજા દિવસ પૂર્ણ, સાઉથ આફ્રિકા પાસે ધરખમ લીડ! : ભારતીય બેટર્સનો ફ્લોપ શો 95 રને 2 વિકેટથી 122 રનમાં 7 વિકેટ ગુમાવી

IND vs SA; બીજી ટેસ્ટનો ત્રીજા દિવસ પૂર્ણ, સાઉથ આફ્રિકા પાસે ધરખમ લીડ!
Published by: Offbeat Team
| Last Updated: Nov 24, 2025, 11:06 AM IST

India vs South Africa, 2nd Test Day 3: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. સાઉથ આફ્રિકા તેની બીજી ઇનિંગમાં છે અને તેમણે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 26 રન ફટકાર્યા છે. આ સાથે, સાઉથ આફ્રિકાની લીડ હવે 314 રન થઈ ગઈ છે. ભારતે પ્રથમ ઇનિંગમાં ફક્ત 201 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગના આધારે, સાઉથ આફ્રિકા પાસે 288 રનની લીડ હતી.

ભારત માટે જીત જરૂરી

આ મેચમાં સાઉથ આફ્રિકાએ પોતાની પહેલી ઇનિંગમાં 489 રન બનાવ્યા હતા. રિષભ પંતની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ સીરિઝ ડ્રો કરવા માટે આ મેચ જીતવી જરૂરી છે. ભારતીય ટીમને કોલકાતા ટેસ્ટમાં 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ભારત સીરિઝમાં 0-1 થી પાછળ છે.

ભારતની પ્રથમ ઇનિંગ

ભારતની પ્રથમ ઇનિંગ્સમાં, ઓપનર યશસ્વી જયસ્વાલ અને કે. એલ રાહુલે બીજા દિવસના અંતિમ સેશનમાં કંટ્રોલમાં રહીને બેટિંગ કરી હતી, સાઉથ આફ્રિકાના બોલરોને વિકેટ લેતા અટકાવ્યા. જોકે, તે સમય દરમિયાન ભારતીય ઇનિંગમાં ફક્ત 6.1 ઓવર જ રમાઈ હતી. લો-લાઇટને કારણે બીજા દિવસની રમત લગભગ અડધો કલાક વહેલી રદ કરવી પડી હતી.

યશસ્વી અને કે. એલની મજબૂત

ત્રીજા દિવસની રમતમાં યશસ્વી જયસ્વાલ અને કે. એલ રાહુલે શાનદાર શરૂઆત આપવી હતી. યશસ્વી જયસ્વાલે કેટલાક સારા શોટ રમ્યા, જ્યારે રાહુલનો મજબૂત ડિફેન્સ જોવા મળ્યો હતો. રાહુલ અને યશસ્વીએ પ્રથમ વિકેટ માટે 65 રનની પાર્ટનરશીપ કરી. રાહુલ 22 રન બનાવીને કેશવ મહારાજનો શિકાર બન્યો. રાહુલના આઉટ થયાના થોડા સમય પછી, યશસ્વીએ તેની હાફ-સેંચુરી પૂર્ણ કરી. યશસ્વીએ 85 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે તેની 13 મી ટેસ્ટ હાફ-સેંચુરી પૂરી કરી.

મિડલ ઓર્ડર- માર્કો જાનસેનના નામે

યશસ્વી જયસ્વાલે 58 રનમાં સ્પિનર ​​સિમોન હાર્મરને પોતાની વિકેટ ગુમાવી દીધી. ત્યારપછી, હાર્મરે સાઈ સુદર્શન 15 રનમાં આઉટ કર્યો. સાઉથ આફ્રિકાને માર્કો જાનસેને ચોથી સફળતા આપવી હતી જે ધ્રુવ જુરેલ 0 રનના રૂપમાં પડી. કેપ્ટન રિષભ પંત 7 રનમાં આઉટ થયો. તેના પાસેથી મોટી ઇનિંગ્સ રમવાની અપેક્ષા હતી, પરંતુ તે પણ નિષ્ફળ રહ્યો. રિષભ પંત પણ માર્કો જાનસેનના બોલ પર આઉટ થયો. ત્યારપછી, માર્કો જાનસેને નીતીશ કુમાર રેડ્ડી (10 રન) અને રવિન્દ્ર જાડેજા (6 રન) ને શોર્ટ-પિચ બોલમાં આઉટ કર્યા. જાડેજા આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 122 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે અડધી સદીની ભાગીદારી સાથે ભારતીય ઇનિંગ્સને બિલ્ડ કરી. સુંદર અને કુલદીપ યાદવે આઠમી વિકેટ માટે 72 રન ઉમેર્યા. સુંદરને સિમોન હાર્મરે આઉટ કર્યો. સુંદરે 92 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. કુલદીપ યાદવના રૂપમાં ભારતને નવમી વિકેટ ગુમાવી. કુલદીપે 134 બોલમાં 3 ચોગ્ગા ફટકારીને 19 રન બનાવ્યા. માર્કો જાનસેનના બોલ પર તે આઉટ થયો, જે જાનસેનની ઇનિંગની પાંચમી વિકેટ હતી. ત્યારપછી જાનસેને બુમરાહ (5 રન) ને આઉટ કરીને ભારતીય ઇનિંગને ઓલઆઉટ કરી નાખી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now