Dharmendra Health Updates News: અભિનેતા ધર્મેન્દ્રના ફેમિલી ડોક્ટર તેમના ઘરની બહાર જોવા મળ્યા હતા. આજે સાંજે તેઓ ફરીથી હી-મેનના ઘરની બહાર જોવા મળ્યા હતા, કદાચ ફરીથી અભિનેતાની હેલ્થ ચેક માટે ગયા હશે.
'વીરુ' ની મુલાકાતે 'જય' પહોંચ્યા
અમિતાભ બચ્ચન પણ ધર્મેન્દ્રના ઘરે તેમના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા માટે ગયા હતા. અમિતાભ બચ્ચન પોતે જ કાર ચલાવતા જોવા મળ્યા હતા.
ગુરચરણ સિંહ ધર્મેન્દ્ર માટે પ્રાર્થના કરી
ધર્મેન્દ્ર માટે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેતા ગુરચરણ સિંહે કહ્યું કે, "તેમને જોયા પછી જ અમે અભિનયમાં પ્રવેશવાનો નિર્ણય લીધો. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું"
ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય ખબર-અંતર પૂછવા લોકોની ભીડ
ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પાછા ફરતાની સાથે જ, તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે એક પછી એક સ્ટાર્સ આવવા લાગ્યા છે. દેઓલ પરિવારના મિત્રો અને નજીકના સાથીઓ ધરમજીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા પહોંચી રહ્યા છે.
કાજોલ ધર્મેન્દ્રના ઘરે પહોંચી
સેલિબ્રિટીઓ ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈ ખબર નીકાળવા માટે એક પછી એક તેમના ઘરે પહોંચી રહ્યા છે. અભિનેત્રી કાજોલ પણ ધર્મેન્દ્રના ઘરે પહોંચી હતી.
ઘરે ICU વોર્ડ બનાવાયો
પાપ્ત વિગતો મુજબ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી, ધર્મેન્દ્રના ઘરે ICU વોર્ડ બનાવવામાં આવ્યો છે. બધી જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ચાર નર્સો અને એક ડૉક્ટર હંમેશા તેમની સંભાળ રાખવા માટે તેમના ઘરે હાજર રહે છે. ધર્મેન્દ્ર હંમેશા ઇચ્છતા હતા કે તેમનો આખો પરિવાર તેમની સાથે રહે, તેથી પરિવારે તેમને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવાનું નક્કી કર્યું.
ગોવિંદાએ ધર્મેન્દ્ર વિશે શું કહ્યું?
જ્યારે ગોવિંદાને અભિનેતા ધર્મેન્દ્ર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, "હું તેમના માટે પ્રાર્થના કરી રહ્યો છું. ભગવાને આપણને એક એવા વ્યક્તિત્વથી આશીર્વાદ આપ્યા છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ધર્મેન્દ્ર પાજી એક મહાન વ્યક્તિત્વ છે. આપણે પંજાબીઓ જ્યાં પણ હોઈએ ત્યાં આપણું નામ રોશન કરીએ છીએ."




















