Home Entertainment Nora Fatehi Breaks Silence On Controversial Song Acc Uses Makers Of The Song

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો : "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 09:10 AM IST

Nora Fatehi : બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી છેલ્લા કેટલાક દિવસોથી એક ગંભીર વિવાદમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક હિન્દી ગીતને કારણે નોરાને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે આ મામલે નોરા ફતેહીએ પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું કે, તેની જાણ બહાર તેના ફેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની સાથે મોટો દગો થયો છે.


શું છે આખી ઘટના?

હાલમાં એક નવું હિન્દી ગીત રિલીઝ થયું હતું, જેમાં નોરા ફતેહી જોવા મળી રહી હતી. આ ગીતના શબ્દો અને નોરાના લુકને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો અને લોકોએ અભિનેત્રીના કેરેક્ટર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નોરાએ હવે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે કે, તેણે ક્યારેય આ હિન્દી ગીત માટે શૂટિંગ કર્યું નથી.


નોરા ફતેહીએ વીડિયોમાં ઠાલવ્યો રોષ

પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલા વિડીયોમાં નોરા ખૂબ જ ભાવુક અને ગુસ્સામાં જોવા મળી હતી. નોરા ફતેહીએ કહ્યું, "હું બિલકુલ ઇચ્છતી નથી કે કોઈ એવું વિચારે કે હું આ પ્રકારના કન્ટેન્ટને સપોર્ટ કરું છું. તમારા વિરોધ અને દબાણને કારણે, ફિલ્મ નિર્માતાઓએ આખરે ગીત દૂર કર્યું છે, જેના માટે હું તમારા બધાનો આભાર માનું છું."


કન્નડ ગીતના નામે થયો દગો

નોરાએ આગળ સ્પષ્ટતા કરી, "હું ફરી એકવાર કહેવા માંગુ છું કે, મને આ હિન્દી ગીતનું કોઈ જ્ઞાન ન હતું. મેં આ ગીતમાં પર્ફોર્મન્સ આપ્યું નથી અને મારો ફેસ વાપરવા માટે પણ કોઈ પરવાનગી આપી નથી." તેણીએ સ્પષ્ટતા કરી કે, "મેં ત્રણ વર્ષ પહેલાં આ ગીત ફક્ત કન્નડમાં શૂટ કર્યું હતું અને હું કન્નડ ભાષા સારી રીતે જાણતી પણ નથી."


ચાહકોને કરી ખાસ અપીલ

નોરાએ તેના ફેન્સ અને ઇન્ટરનેટ યુઝર્સને વિનંતી કરી છે કે, તેઓ આ વિવાદાસ્પદ ગીતને હવે શેર ન કરે. નોરા ફતેહીએ કહ્યું છે કે, તેને જેટલું વધુ શેર કરવામાં આવશે, તેટલું જ ખોટા કન્ટેન્ટને પ્રોત્સાહન મળશે. નોરાએ એમ પણ કહ્યું કે, કેટલાક લોકો તેના કેરેક્ટર પર હુમલો કરવા માટે પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.


શું તેણીને કન્નડ ગીતના નામે છેતરવામાં આવી હતી?

નોરાએ વધુમાં જણાવ્યું કે, મેં 3 વર્ષ પહેલા એક કન્નડ ફિલ્મ માટે ગીત શૂટ કર્યું હતું. મને કન્નડ ભાષા આવડતી ન હોવાથી મને લિરિક્સનો સાચો અર્થ આપવામાં આવ્યો ન હતો, પછીથી મેકર્સે મારી પરવાનગી વગર આ ગીતનું હિન્દી વર્ઝન તૈયાર કર્યું, જેમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોરાએ ભારપૂર્વક કહ્યું કે, મેં હિન્દી વર્ઝન માટે કોઈ પરફોર્મન્સ આપ્યું નથી.


ભવિષ્ય માટે લીધો મોટો નિર્ણય

નોરાએ પોતાની પોસ્ટનો અંતમાં કહ્યું કે, તે અને તેની ટીમ ભવિષ્યમાં આવા પ્રોજેક્ટ્સ અને કોન્ટ્રાક્ટ્સ અંગે ખૂબ જ સાવધ રહેશે. ફિલ્મ નિર્માતાઓ દ્વારા ગીત દૂર કર્યા પછી નોરાએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ ઘટનાએ ફિલ્મ જગતમાં કલાકારોની છબીના દુરુપયોગ અંગે એક નવી ચર્ચા જગાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now