Home Entertainment 62 Kunika Sadanands Big Revelation On Her Love Life A Name Also Associated With Kumar Sanu

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’, : 62 વર્ષની આ અભિનેત્રીએ ખોલ્યા જિંદગીના પન્ના; કુમાર સાનુ સાથે પણ જોડાઈ ચૂક્યું છે નામ

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 06:04 AM IST

kunickaa sadanand relationship: બોલિવૂડ અભિનેત્રી કુનિકા સદાનંદ અવારનવાર પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરતી જોવા મળે છે. ‘બિગ બોસ 19’માં પણ અભિનેત્રીએ ઘણી વખત પોતાના સંબંધો વિશે ચર્ચા કરી હતી. ત્યારે ફરી એકવાર અભિનેત્રી પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કુનિકા સદાનંદે ખુલાસો કર્યો કે તેના જીવનમાં 6 પુરુષો સાથે સંબંધો રહ્યા છે. આ સાથે જ તેણે પોતાના લગ્નજીવન વિશે પણ ઘણી વાતો શેર કરી છે.

કુનિકા સદાનંદે સંબંધો પર કરી વાત

કુનિકા સદાનંદે હાલમાં જ 'ફિલ્મી જ્ઞાન'ને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાની ખાનગી લાઈફ વિશે વાત કરતા જણાવ્યું કે, "મારા 2 લિવ-ઈન રિલેશનશિપ, 2 લગ્ન અને 2 નોર્મલ રિલેશનશિપ રહ્યા છે. કુલ મળીને મારા 6 પુરુષો સાથે સંબંધ રહ્યા છે." અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું કે કોઈ પણ સંબંધમાં પ્રેમ સૌથી મહત્વનો હોય છે અને તેના માટે પ્રેમ અને સમર્પણ ખૂબ જરૂરી છે.

લગ્નજીવન પર તોડ્યું મૌન

પોતાના લગ્ન વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે, "જ્યારે મારા પહેલા લગ્ન થયા ત્યારે હું ઘણી નાની હતી અને પરિપક્વ (mature) નહોતી. આ જ કારણ હતું કે મારે લગ્નમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. હું એરફોર્સ ઓફિસરના મોર્ડન ફેમિલીમાંથી આવતી હતી અને મારા લગ્ન એક મારવાડી પરિવારમાં થયા હતા, જ્યાં મારે કડક રીત-રિવાજો પાળવા પડતા હતા. હું આખો દિવસ ઘૂમટામાં રહેતી હતી, જે મારા જીવનમાં એક મોટો ફેરફાર હતો."

કુમાર સાનુ સાથે પણ જોડાઈ ચૂક્યું છે નામ

કુનિકા સદાનંદના બીજા લગ્ન વિનય લાલ સાથે થયા હતા, જેઓ અમેરિકામાં રહેતા હતા. પરંતુ અભિનેત્રીના આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. લગ્નજીવનમાં ખુશી ન મળતા તેણે છૂટાછેડા લઈ લીધા. આ લગ્નથી તેમને એક પુત્ર છે, જેનું નામ અયાન લાલ છે.

નોંધનીય છે કે કુનિકાનું નામ બોલિવૂડ સિંગર કુમાર સાનુ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ‘બિગ બોસ 19’માં પણ અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે અને કુમાર સાનુ પ્રેમમાં હતા, પરંતુ કુમાર સાનુ પરિણીત હોવાને કારણે આ સંબંધ આગળ વધી શક્યો નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now