Home Entertainment After 10 Years Of Marriage Divyanka Tripathi And Vivek Dahiya Will Become Parents Shared The Good News

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા : શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 08:10 AM IST

ટીવી જગતની સૌથી લોકપ્રિય જોડી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે લગ્નના 10 વર્ષ બાદ ટૂંક સમયમાં પારણું બંધાવા જઈ રહ્યું છે. આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની પ્રથમ પ્રેગ્નન્સીની જાહેરાત કરીને ચાહકોને એક મોટી અને ખુશીની સરપ્રાઈઝ આપી છે. વર્ષ 2016 માં લગ્નના બંધનમાં બંધાયેલા આ સ્ટાર કપલે એક ખૂબ જ સુંદર ફોટો શેર કરીને આ ખાસ સમાચાર શેર કર્યા હતા, જે જોતજોતામાં વાયરલ થઈ ગયા છે. આ સમાચાર આવતાની સાથે જ સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રી અને સેલેબ્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્યાંકા અને વિવેક ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે અને તેઓ સોશિયલ મીડિયા પર અવારનવાર એકબીજા સાથેની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. દિવ્યાંકા તેના સુપરહિટ ટીવી શો 'યે હૈ મહોબ્બતેં' થી ઘરે-ઘરે જાણીતી બની છે, ત્યારે તેના આ અંગત જીવનના ખુશખબર જાણીને લાખો ચાહકો સોશિયલ મીડિયા પર આ જોડીને સતત અભિનંદન અને આશીર્વાદ આપી રહ્યા છે. લગ્નના 10 વર્ષ પછી શરૂ થઈ રહેલી આ નવી સફર માટે ચાહકો હવે નવા મહેમાનના સ્વાગતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now