Home Entertainment Rashmika And Vijays Haldi Holi Celebration Look Goes Viral The Outfit And Jewelry Attracted Attention

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ : આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 09:55 AM IST

સાઉથ સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં આ કપલે તેમના 'હલ્દી' સેરેમનીના સુંદર ફોટા શેર કર્યા છે, જેને રશ્મિકાએ 'હલ્દી + હોળી' ગણાવી છે. ઉદયપુરના આલીશાન રિસોર્ટમાં યોજાયેલા આ ફંક્શનમાં બંનેના પેસ્ટલ કલરના આઉટફિટે ચાહકોના દિલ જીતી લીધા છે.

પેસ્ટલ કલરના આઉટફિટમાં રોયલ લુક

પીળા રંગને બદલે, રશ્મિકાએ હલ્દી માટે ડિઝાઇનર અનામિકા ખન્નાએ તૈયાર કરેલો પિસ્તા ગ્રીન (Pista Green) કલરનો વન-શોલ્ડર આઉટફિટ પસંદ કર્યો હતો. જ્યારે વિજય દેવેરાકોંડાએ ફ્લોરલ એમ્બ્રોઇડરી વાળો લાઈટ પિંક (Light Pink) કુર્તો અને સફેદ પેન્ટ પહેર્યું હતું. આ સોફ્ટ કલરના કોમ્બિનેશને ઇન્ટરનેટ પર નવી ફેશન ટ્રેન્ડ સેટ કર્યો છે.

ટ્રેડિશનલ ટેમ્પલ જ્વેલરી

રશ્મિકાએ તેના લુકને ખાસ બનાવવા માટે ગોલ્ડની 'ટેમ્પલ જ્વેલરી' પહેરી હતી. જેમાં સુંદર માંગ ટીકા, ઝૂમખાં અને બંને હાથમાં સોનાની બંગડીઓ સામેલ હતી. વિજયે પણ એક જાડી સોનાની ચેઈન અને સનગ્લાસ સાથે પોતાનો સ્વેગ જાળવી રાખ્યો હતો.

હલ્દીની સાથે હોળીની મજા

રશ્મિકાએ કેપ્શનમાં જણાવ્યું કે તેમનો હલ્દી સમારોહ વાસ્તવમાં હોળી જેવો બની ગયો હતો. તેઓ પાણી અને રંગોથી એટલા ભીંજાયા હતા કે હજુ પણ રશ્મિકાના વાળમાં લાલ રંગ જોવા મળે છે. આ ફંક્શનમાં બંનેએ બોટ (Boat) માં એન્ટ્રી કરી હતી અને ઢોલના તાલે ડાન્સ કરીને મજા માણી હતી. વિજય અને રશ્મિકાની આ કેમિસ્ટ્રી જોઈને 'Virosh' ના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને આ તસવીરોને અત્યાર સુધીની સૌથી મનપસંદ લગ્નની તસવીરો ગણાવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now