Bihar Election 2025 Pawan Singh News : ફેમશ ભોજપુરી સિંગર અને સુપરસ્ટાર પવન સિંહે જાહેરાત કરી છે કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો ચૂંટણી લડવાનો કોઈ ઇરાદો નથી અને તેઓ ફક્ત તેમના પક્ષના સાચા સૈનિક રહેવા માંગે છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી.
ચૂંટણી ન લડવાના કારણો
પવન સિંહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાવાનો તેમનો ઈરાદો ચૂંટણી લડવાનો નહોતો. તેમણે કહ્યું, "હું, પવન સિંહ, મારા ભોજપુરી સમુદાયને કહેવા માંગુ છું કે હું બિહાર વિધાનસભા ચૂંટણી લડવા માટે પાર્ટીમાં જોડાયો નથી, અને ન તો મારો વિધાનસભા ચૂંટણી લડવાનો ઈરાદો છે." આ પોસ્ટથી તેમના ચૂંટણી ન લડવાની અટકળોનો અંત આવ્યો.