યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ વોરે તાજેતરમાં ફેલાયેલી અફવાઓ પર સ્પષ્ટતા આપી છે કે પાકિસ્તાનને કોઈ નવી એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ (AMRAAM) મોકલવામાં આવી રહી નથી. કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં ખોટી રીતે જણાવાયું હતું કે અમેરિકા પાકિસ્તાનને નવી મિસાઇલ સપ્લાય કરશે. પરંતુ, યુ.એસ. વોર ડિપાર્ટમેન્ટે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
માત્ર સ્પેરપાર્ટ્સ અને જાળવણી માટે મંજૂરી
સત્તાવાર નિવેદનમાં જણાવાયું કે તાજેતરમાં જારી કરાયેલ સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ટ અપડેટ ફક્ત સસ્ટેન્સન અને સ્પેરપાર્ટ્સ (જાળવણી અને ભાગો) સાથે સંબંધિત છે.
આ પગલાનો પાકિસ્તાનની લશ્કરી શક્તિમાં કોઈ નવા પ્રકારના અપગ્રેડ અથવા મિસાઇલ ડિલિવરી સાથે સંબંધ નથી.
ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, આ કરાર ફોરેન મિલિટરી સેલ્સ (FMS) કાર્યક્રમ હેઠળ અનેક દેશો સાથે કરવામાં આવ્યો છે. પાકિસ્તાન માટે પૂરી પાડવામાં આવતી સામગ્રી પણ ફક્ત ટેકનિકલ સપોર્ટ અને જાળવણી માટે છે.
“કોઈ નવી મિસાઇલ ડિલિવરી થઈ રહી નથી. અહેવાલોમાં કરાયેલ દાવાઓ ખોટા અને ભ્રામક છે,”: યુ.એસ. વોર ડિપાર્ટમેન્ટ.
30થી વધુ દેશોનો સમાવેશ
આ કરારમાં બ્રિટન, જર્મની, પોલેન્ડ, ફિનલેન્ડ, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, તુર્કી, સાઉદી અરેબિયા, તાઇવાન સહિત 30થી વધુ દેશોનો સમાવેશ થાય છે.
આ તમામ દેશોને આ ભાગો અને તકનીકી સહાય ફક્ત તેમના હાલના AMRAAM સિસ્ટમના જાળવણી માટે પૂરી પાડવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સની ખોટી વ્યાખ્યા
કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કરાર પાકિસ્તાન વાયુસેનાના F-16 લડાકુ વિમાનોના અપગ્રેડ પ્રોગ્રામ સાથે સંકળાયેલો છે.
તેમ છતાં, સત્તાવાર સ્તરે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાકિસ્તાનને કોઈ નવી મિસાઇલ કે અપગ્રેડ પેકેજ આપવામાં આવ્યું નથી.