logo-img
Auto Sector Festive Sales Surge

ભારતમાં સૌથી વધારે વેચાઈ રહી છે 5થી 10 લાખ રૂપિયાની કાર : SBIના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો કારણ

ભારતમાં સૌથી વધારે વેચાઈ રહી છે 5થી 10 લાખ રૂપિયાની કાર
Published by: Offbeat Team
| Last Updated: Nov 21, 2025, 03:30 PM IST

ભારતમાં આ વર્ષની તહેવારોની મોસમ ઓટો ઉદ્યોગ માટે આશ્ચર્યજનક રીતે ફાયદાકારક સાબિત થઈ છે. SBI Researchના તાજેતરના અહેવાલ મુજબ, પ્રિમિયમ સેગમેન્ટમાં માંગ સ્થિર રહી છે, પરંતુ બજારો પરનો દબદબો ફરીથી ₹10 લાખથી ઓછી કિંમતની કારોએ જમાવ્યો છે. અનેક વર્ષો બાદ, બજેટ કારનું વેચાણ તહેવારોની મોસમમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.


GST રાહત અને તહેવારોની ઓફરો બજારને ફરી જીવંત બનાવ્યા

કેન્દ્ર સરકારે તાજેતરમાં આપેલી GST રાહત તહેવારોની મોસમમાં સીધી અસરરૂપ બની છે. નાની કાર અને કોમ્પેક્ટ SUV પર થયેલા GST ઘટાડાએ તેમના ex-showroom priceમાં નોંધપાત્ર ઘટાડો કર્યો, જેના કારણે બજેટ-ફ્રેન્ડલી મોડેલો ફરીથી ગ્રાહકોની પહોંચમાં આવી શક્યા.

વધતા વ્યાજદરો અને EMIના ભારને કારણે ઘણા મધ્યમ વર્ગીય ખરીદદારો કાર ખરીદી મુલતવી રાખી રહ્યા હતા. પરંતુ GST ઘટાડો + તહેવારોની cashback અને exchange offersના મળેલા સંયોજનથી બજાર ફરી જાગૃત બન્યું. પરિણામે, કાર શોરૂમોમાં ફરી ભીડ જોવા મળી.


₹10 લાખથી ઓછી કિંમતની કારોએ માર્કેટ પર કર્યો દબદબો

SBI રિસર્ચ રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર–ઓક્ટોબર 2025 દરમિયાન કુલ કાર વેચાણમાં 78% હિસ્સો એવા મોડેલ્સનો રહ્યો હતો, જેમની કિંમત ₹10 લાખથી ઓછી છે.

  • 64% વેચાણ ₹5–10 લાખની પ્રાઇસ રેન્જનું હતું

  • 14% વેચાણ ₹5 લાખથી ઓછી કિંમતની કાર દ્વારા થયું

નવરાત્રીથી લઈને દિવાળી વચ્ચે ઉદ્યોગે દર 2 સેકન્ડે એક કાર વેચી, જે આ સેગમેન્ટની અણધારી મજબૂત હાજરી દર્શાવે છે.


મારુતિ સુઝુકી રહી સૌથી મોટી વિજેતા

બજેટ કાર સેગમેન્ટમાં સૌથી વ્યાપક રેન્જ ધરાવતી મારુતિ સુઝુકી તહેવારોની મોસમનો સૌથી મોટો લાભાર્થી બની છે.

  • કંપનીએ માત્ર આ સમયગાળા દરમિયાન 5 લાખથી વધુ બુકિંગ મેળવ્યા

  • 4.1 લાખ રિટેલ વેચાણ નોંધાવ્યા

  • જેમાંથી 2.5 લાખ વેચાણ નાની કાર સેગમેન્ટનાં રહ્યા

GST રાહત પછી મારુતિનો નાની કાર સેગમેન્ટમાં બજાર હિસ્સો 16.7% થી વધીને 20.5% થયો છે.


ગ્રામીણ બજારોમાં તેજી—વેચાણમાં 35% વધારો

અહેવાલમાં જણાવાયું છે કે ગ્રામીણ ભારતમાં નાની કારનું વેચાણ 35%થી વધુ વધ્યું, જે તહેવારોની મોસમમાં એક મહત્વપૂર્ણ સૂચક છે.
અગાઉ અહીં માત્ર સૌથી નીચી કિંમતના મોડેલો જ લોકપ્રિય હતા, પરંતુ હવે પ્રથમ વખત High-end મોડેલોની માંગ પણ ઝડપી વધી રહી છે.

આથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય બજારોની ખરીદ શક્તિ વધતી જાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now