A boy is giving eggs: ઈન્ડોનેશિયાના એક શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને તમે પણ ચોંકી જશો. 14 વર્ષનો એક છોકરો અકમલ બે વર્ષથી ઈંડા આપી રહ્યો છે, જેનાથી ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં જ અકમલનો ડોક્ટરોની સામે ઈંડા મૂકતો એક વીડિયો સામે આવ્યો છે. અકમલ અને તેના પરિવારનો દાવો છે કે, તેણે છેલ્લા બે વર્ષમાં 20 ઈંડા આપ્યા છે.
ડોક્ટરો પણ મૂંઝવણમાં!
પોતાની નજર સામે જ અકમલને ઈંડા મૂકતા જોઈને ડોક્ટરો પણ દંગ રહી ગયા. જોકે, ડોક્ટરો માને છે કે, માનવ શરીરમાં આવા ઈંડા બનવા અશક્ય છે. કેટલાક લોકો કહે છે કે, આ એક ટ્રિક છે અને અકમલના શરીરમાં પહેલાથી જ ઈંડા છે.
ઘણા X-Ray થયા
આ દાવા સાથે અકમલ અને તેનો પરિવાર પણ એક હોસ્પિટલ પહોંચ્યા જ્યાં અકમલનો X-Ray પણ કરવામાં આવ્યો, X-Ray માં ઈંડું પણ દેખાય છે, પરંતુ ડોકટરો હજુ પણ કંઈ સમજી શક્યા નથી.
પિતાએ આ બાબતો સમજાવી
અકમલના પિતાએ ડોક્ટરોને કહ્યું કે તે પહેલાથી જ 18 ઈંડા મૂકી ચૂક્યો છે. પછી તેણે ડોક્ટરોની સામે બે વધુ ઈંડા મૂક્યા. "જ્યારે અમે પહેલું ઈંડું તોડ્યું, ત્યારે અમને ખબર પડી કે, તે સંપૂર્ણપણે પીળું હતું," અકમલના પિતાએ કહ્યું. "જ્યારે અમે બીજું ઈંડું તોડ્યું, ત્યારે તે સંપૂર્ણપણે સફેદ હતું, અંદર કોઈ પીળો રંગ ન હતું."
ડોક્ટરો હવે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે
પરિવારે જણાવ્યું કે, તેમનો દીકરો અસામાન્ય ઇંડા-પ્રેરિત રોગથી ખૂબ જ પરેશાન છે. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે તે દર્દથી પીડાતો હતો. હવે ગુવાના શેખ યુસુફ હોસ્પિટલમાં ડોક્ટરોની એક ટીમ અકમલ પર નજર રાખી રહ્યા છે.





















