Home Gujarat Ahmedabad Ahmedabad Motera Woman Abduction Creta Car Ex Lover Suspected

અમદાવાદમાં ધોળા દિવસે યુવતીનું અપહરણ : ઘરમાં ઘૂસીને સાસુ સામે જ વહુને ક્રેટામાં ઉઠાવી ગયા, ચોંકવાનારા CCTV આવ્યાં સામે

અમદાવાદમાં પરિણીતાનું અપહરણ
Published by: Vishal Dave
Last Updated: May 28, 2026, 09:51 AM IST

Ahmedabad Crime News: અમદાવાદના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે બનેલી અપહરણની ઘટનાએ ચકચાર મચાવી છે. ભીલવાસ વિસ્તારમાં રહેતી એક યુવતીને ચાર લોકો ઘરમાં ઘૂસીને જબરદસ્તી ક્રેટા કારમાં બેસાડી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટના સમયે ઘરમાં માત્ર યુવતી અને તેની સાસુ હાજર હતા. યુવતીને બચાવવા દોડેલી સાસુને પણ આરોપીઓએ ધક્કો મારી ધમકી આપી હતી. સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં ફાયરિંગ બાદ નિવૃત્ત DySPનો હાઈવોલ્ટેજ ડ્રામા!: પોલીસ સ્ટેશનમાં હોબાળો કરતા ધક્કા મારીને લોકઅપમાં પૂર્યા, દીકરા-દીકરીની પણ ધરપકડ

ઘરમાં સૂતી યુવતીને જબરદસ્તી ઉઠાવી ગયા

મળતી માહિતી મુજબ, મોટેરા ભીલવાસ વિસ્તારમાં રહેતા કમલેશ નાઈની પત્ની કોમલ બપોરના સમયે ઘરમાં ખાટલામાં સૂતી હતી. તે દરમિયાન એક ક્રેટા કાર ઘરની બહાર આવીને ઉભી રહી હતી. કારમાંથી ત્રણ યુવકો અને એક યુવતી નીચે ઉતર્યા હતા. ચારેય લોકો સીધા ઘરમાં ઘૂસી ગયા અને કોમલ પાસે પહોંચી ગયા હતા. કોમલ કંઈ સમજે તે પહેલાં જ આરોપીઓએ તેને જબરદસ્તી પકડી લીધી હતી. યુવતી બૂમાબૂમ કરતી રહી હતી, પરંતુ આરોપીઓએ તેને ખેંચીને કારમાં બેસાડી દીધી હતી. આ દરમિયાન ઘરમાં હાજર સાસુ શારદાબેન નાઈએ વહુને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

કેનેડામાં ગુજરાતીઓ અસુરક્ષિત!: આણંદની 22 વર્ષની વિદ્યાર્થિનીની હત્યા, પરિવાર સ્તબ્ધ

સાસુને ધક્કો મારી ધમકી આપી

શારદાબેન વહુને બચાવવા આગળ વધ્યા ત્યારે આરોપીઓએ તેમને ધક્કો મારી દીધો હતો. સાથે જ તેમને ધમકી આપી હતી કે, “તમે અમારી વચ્ચે નહીં આવતાં.” ઘટના એટલી ઝડપથી બની હતી કે આસપાસના લોકો કંઈ સમજે તે પહેલાં જ આરોપીઓ યુવતીને લઈને ફરાર થઈ ગયા હતા. શારદાબેન નાઈએ જણાવ્યું હતું કે, “મારા ઘરમાંથી મારી સામે જ મારી વહુનું અપહરણ કરવામાં આવ્યું છે. ચાર શખ્સોએ ભેગા મળીને તેને ઉઠાવી ગયા છે. અમારે તો અમારી વહુ જોઈએ છે, તે અમને પરત લઈ આપો.”

ગુજરાત આવેલા વાઘનો વંશવેલો વધારવા સરકારનો મોટો નિર્ણય: જાણો ક્યા રાજ્યમાંથી મંગાવાશે વાઘણ

લગ્ન બાદ પણ પૂર્વ પ્રેમી પરેશાન કરતો હોવાનો આરોપ

ફરિયાદ મુજબ, કમલેશ નાઈના લગ્ન રાજસ્થાનની રહેવાસી કોમલ સાથે થયા હતા. કોમલના અગાઉ બંટી નામના યુવક સાથે લગ્ન થયા હતા, પરંતુ બંને વચ્ચે મનમેળ ન રહેતા છૂટાછેડા થઈ ગયા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, કોમલનો અગાઉ ગેવર ગુર્જન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પરિવારનો આરોપ છે કે લગ્ન બાદ પણ ગેવર કોમલને વારંવાર પરેશાન કરતો હતો. તે સતત કોમલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો અને આ જ કારણસર પરિવારજનોને શંકા છે કે અપહરણની ઘટનામાં ગેવરનો હાથ હોઈ શકે છે.

ગુજરાતમાં ઇબોલાનો એલર્ટ!: આણંદમાં યુગાન્ડાથી આવેલા બે યુવકો હોમ આઈસોલેશનમાં, આરોગ્ય તંત્ર સતર્ક

પોલીસ પૂર્વ પ્રેમી સહિતના એંગલથી તપાસમાં

ઘટનાની જાણ થતા સાબરમતી પોલીસ હરકતમાં આવી હતી. શારદાબેન નાઈની ફરિયાદના આધારે પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસ હાલ CCTV ફૂટેજ, કારની ઓળખ, આરોપીઓની હિલચાલ અને યુવતીના પૂર્વ પ્રેમી સાથેના સંબંધના એંગલથી તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસની શંકા ગેવર ગુર્જન તરફ જઈ રહી છે. જોકે, ઘટનાની સાચી હકીકત યુવતી મળી આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસ યુવતીને સુરક્ષિત શોધી કાઢવા અને આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ કરી છે.

ધોળા દિવસે ઘરમાં ઘૂસીને અપહરણથી વિસ્તારમાં ભય

મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને યુવતીનું અપહરણ થતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને લોકોમાં ચિંતા વધી છે. પરિવારજનોની એક જ માંગ છે કે કોમલને જલદી સુરક્ષિત રીતે પરત લાવવામાં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટના માત્ર અપહરણનો કેસ નથી, પરંતુ લગ્ન બાદ પણ યુવતીને કથિત રીતે પરેશાન કરવાના ગંભીર આરોપોને પણ સામે લાવે છે. હવે પોલીસ તપાસમાં એ સ્પષ્ટ થશે કે આ અપહરણ પૂર્વ પ્રેમ સંબંધને લઈને થયું છે કે તેના પાછળ કોઈ બીજું કારણ જવાબદાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now