Home Gujarat Ahmedabad Subhash Bridge Reconstruction Ahmedabad Traffic Diversion Riverfront Route Closed

અમદાવાદમાં ટ્રાફિક ડાયવર્ઝન : સુભાષ બ્રિજના ડિમોલિશનને કારણે રિવરફ્રન્ટનો આ રૂટ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રસ્તો

Subhash Bridge reconstruction traffic diversion
Published by: Nirali Gohil
Last Updated: May 28, 2026, 10:40 AM IST

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિકન્સ્ટ્રક્શન માટેની મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં આ બ્રિજને તોડી પાડવાની (ડિમોલિશન) કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે, જેના કારણે સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સુભાષ બ્રિજ પર શરૂ થયેલી આ કામગીરીને પગલે, રિવરફ્રન્ટના કેટલાક વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અગવડતા ન પડે તે માટે વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે વાહનચાલકો દરરોજ આ રૂટનો ઉપયોગ કરે છે, તેમણે મુસાફરી શરૂ કરતા પહેલા આ નવા ટ્રાફિક ડાયવર્ઝન વિશે જાણી લેવું અત્યંત જરૂરી છે.

કયો રૂટ રહેશે બંધ?

સુભાષ બ્રિજની કામગીરી દરમિયાન જાહેર જનતાની સલામતી સર્વોપરી છે. આ હેતુથી પૂર્વ બાજુએ આવેલો રિવરફ્રન્ટ રોડ, ખાસ કરીને શીતલ એક્વા ફ્લેટથી ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ સુધીનો રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં, સુભાષ બ્રિજની પૂર્વ બાજુએ આવેલો રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ (વોકવે) પણ જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સામાન્ય જનતા માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત: જાણો હવામાન વિભાગે કઈ તરીખે વરસાદની કરી છે આગાહી

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની માહિતી

AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વાહનચાલકો માટે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે:

  • શીતલ એક્વા ફ્લેટથી આવતા વાહનો: શીતલ એક્વા ફ્લેટથી જમણી બાજુ વળીને ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ થઈને રિવરફ્રન્ટ તરફ જઈ શકાશે.

  • ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટથી આવતા વાહનો: ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટથી ડાબી બાજુ વળીને શીતલ એક્વા ફ્લેટ થઈને રિવરફ્રન્ટ તરફ જવાનો રૂટ વાપરી શકાશે.

તંત્રની ખાસ નોંધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વાહનચાલકો અને રાહદારીઓને આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. જો કોઈ નાગરિકને મ્યુનિસિપલ સેવાઓને લગતી વધુ ફરિયાદ કે માહિતી જોઈતી હોય, તો તેઓ ૧૫૫૩૦૩ નંબર પર સંપર્ક કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now