વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ હાલ અવકાશમાં શોધાયેલા અત્યાર સુધીના સૌથી રહસ્યમય ગ્રહના એક 3I/ATLAS (C/2025 N1) તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ એક અંતરતારક (interstellar) છે, એટલે કે તે આપણા સૌરમંડળની બહારથી આવી પહોંચ્યો છે. આ અતિ દુર્લભ વિશે વધુ જાણવા માટે માઇનર પ્લેનેટ સેન્ટર (Minor Planet Centre) દ્વારા 27 નવેમ્બર 2025 થી 27 જાન્યુઆરી 2026 સુધી એક વિશાળ આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું નેતૃત્વ ઇન્ટરનેશનલ એસ્ટરોઇડ વોર્નિંગ નેટવર્ક (IAWN) કરી રહ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે વૈજ્ઞાનિકો કોઈ અંતરતારક પદાર્થના અભ્યાસ માટે વૈશ્વિક સ્તરે સંકલિત પ્રયાસ કરી રહ્યા છે.
“બ્લેક સ્વાન”?
વિજ્ઞાનીઓ 3I/ATLAS ને એક “બ્લેક સ્વાન” ઘટના તરીકે જોઈ રહ્યા છે. એક એવી અસંભવ લાગતી પરંતુ સંભાવ્ય રીતે વૈજ્ઞાનિક સમજણને બદલી શકે તેવી ઘટના છે. આ પદાર્થની ગતિ, રચના અને વર્તન આપણા સૌરમંડળના સામાન્ય ધુમકેતુઓ અને ઉલ્કાઓથી સંપૂર્ણપણે અલગ છે. તે વધુ ઝડપથી ગતિ કરે છે, ભારે છે અને તેની પ્રવૃત્તિ પણ અપ્રચલિત પ્રકારની છે. હાર્ડવર્ડ યુનિવર્સિટીના ખગોળભૌતિકશાસ્ત્રી અવિ લોબ (Avi Loeb)એ આ પદાર્થને ગંભીરતાથી અભ્યાસ કરવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, “ભલે કોઈ ઘટના થવાની સંભાવના ઓછી હોય, પરંતુ જો તેના પરિણામો ઊંડા અને અસરકારક હોઈ શકે, તો તેની તપાસ કરવી જ જોઈએ” લોબનો દાવો છે કે આવા અંતરતારક પદાર્થોમાં પરગ્રહી ટેકનોલોજી (alien technology)ના અવશેષો અથવા સક્રિય ઉપકરણો છુપાયેલા હોઈ શકે છે.
ખગોળશાસ્ત્રી અભ્યાસ કરશે
IAWNની આ અભિયાન હેઠળ વૈજ્ઞાનિકો 3I/ATLASની ગતિ, વાયુ-નિર્ગમન (outgassing), રસાયણિક રચના અને કોઈ અપ્રાકૃતિક કે ટેકનોલોજીકલ સંકેતો છે કે, નહીં તેની તપાસ કરશે. આ માટે 7 નવેમ્બર 2025 પહેલાં એક વિશેષ વર્કશોપ પણ યોજાશે, જેમાં વ્યાવસાયિક તથા ખગોળશાસ્ત્રીઓને ચોક્કસ માપન અને અવલોકન માટે તાલીમ આપવામાં આવશે.
અવિ લોબે અનુમાનનો શુ અનુમાન “મધરશિપ”
3I/ATLAS 29 ઓક્ટોબર 2025ના રોજ સૂર્યના સૌથી નજીકના બિંદુ (perihelion) પર પહોંચશે. આ સમયગાળા દરમિયાન તેની રચના અને પ્રવૃત્તિ વિશે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. અવિ લોબે અનુમાન વ્યક્ત કર્યું છે કે જો આ પદાર્થ કોઈ “મધરશિપ” (મુખ્ય અવકાશયાન) હોય, તો તે સૂર્યના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને નાના પ્રોબ્સ છોડવા માટે ઓબર્થ ઇફેક્ટ (Oberth Effect)નો ઉપયોગ કરી શકે.
19 ડિસેમ્બર 2025ના રોજ પૃથ્વીના સૌથી નજીકથી પસાર થશે
વિજ્ઞાનીઓના પ્રારંભિક અનુમાન મુજબ, આ પદાર્થ સાથે નાસાનું જુનો (Juno) મિશન જો યોગ્ય સમયે સક્ષમ હોત, તો તે તેના નજીક પહોંચી શક્યું હોત પરંતુ હાલ કોઈ પણ અવકાશયાન તેની ગતિ સુધી પહોંચી શકતું નથી. તેથી બધા અવલોકનો દૂરથી જ કરવામાં આવશે. આ 19 ડિસેમ્બર 2025ના રોજ પૃથ્વીના સૌથી નજીકથી પસાર થશે, પરંતુ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તે પૃથ્વી માટે કોઈ ખતરો નથી. છતાં, તેની અજાણી ગતિ, વિશિષ્ટ લક્ષણો અને રસાયણિક રચનાને કારણે વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ તેના પર સતત નજર રાખશે.




















