Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા સૌ કોઈ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે સૌ કોઈ લોબિંગ કરી રહ્યું છે. ત્યારે હવે ઉમેદવારી ફોર્મ ભરવાના ગણતરીના કલાકો પહેલાં ભાજપ દ્વારા એક-એક કરીને ટેલિફોનિક જાણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ચૂંટણીનો ક્લાઈમેક્સ : ઉમેદવારીની અંતિમ ઘડીઓમાં ભાજપે કેટલીક યાદીઓ જાહેર કરી, જુઓ લિસ્ટ
ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. અને હજુ સુધી ભાજપના ઉમેદવારોના નામની યાદીના કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસે પણ જાહેરાત કરવાને બદલે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનો રસ્તો અપનાવ્યો છે. આ સ્થિતિની વચ્ચે ભાજપ દ્વારા પોતાના જ બનાવેલાં નિયમોને નેવે મુકી દેવામાં આવ્યાં. નો રિપીટની થિયરી પણ ના ચાલી અને ઉપરથી રેલો આવતા ભાજપે અનેક જૂના જોગીને રિપીટ કરવાની ફરજ પડી. ખાસ કરીને અમદાવાદ, સુરત સહિતની મહાનગર પાલિકાઓ માટે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પરથી ઉમેદવારોને ફોન કરવાનું શરૂ થઇ ગયું છે. જાણો કોને-કોને ભાજપમાંથી આવ્યો ફોન...
અમદાવાદમાં AMCના પૂર્વ સ્ટેડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, પૂર્વ AMTS ચેરમેન ધરમશી દેસાઈ, ભાવનાબેન પટેલ, પારુલ બેન મકવાણા, વિનોદ પરમાર, હર્ષદ વાઘેલા, સેજલ સિંગલ, દીપિકા ભરવાડ, ભારતીબેન ગોહિલ સહિત અનેક જૂના જોગીઓને ફરી રિપીટ કરવામાં આવ્યાં. જ્યારે આ ઉપરાંત વિનોદ પટેલ, ભાગ્યેશ પટેલ અને નયનાબેન સહિત અનેક નવા ચહેરાઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ચૂંટણીમાં ભાજપે જે સુંદર ચહેરાને ટિકિટ આપી એ કોણ છે? : જાણો કેમ instagram પર ભાજપના આ ઉમેદવારને લાખો લોકો કરે છે ફોલો
મહત્ત્વનું છેકે, ભાજપ દ્વારા અને ખાસ કરીને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગત ટર્મમાં ખાસ પ્રકારના નિયમો બનાવવામાં આવ્યાં હતાં. જેમાં ખાસ કરીને 60 વર્ષથી ઉપરની વય, પરિવારવાદ ન થાય, ત્રણ ટર્મથી કોર્પોરેટર હોય તેવા ઉમેદવારોને પણ ન રિપીટ કરવાનો નિયમ બનાવાયો હતો. આ વખતે પણ એ જ નિયમને ફોલો કરાશે તેવી જાહેરાત ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કરાઈ હતી.
આ પણ વાંચોઃ પોતાને કેમ ટિકિટ મળી એ મુદ્દે અંકિત પરમારે આપ્યું મોટું નિવેદન : "નારાજ નયનાબેનને અમે સમજાવી દઈશું, અને એ સમજી પણ જશે"
ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ટેલિફોનીક સુચના બાદ મેન્ડેટ મોકલવામાં આવ્યા છે. પ્રભારીઓ અને નિરીક્ષકોને મેન્ડેટ પહોંચાડવાની જવાબદારી અપાઈ છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને પણ અપાઈ સૂચના અપાઈ. કોઈ પણ બેઠક પર પક્ષની ભૂલના કારણે ફોર્મ ભરવાનું ના રહી જાય એની તકેદારી રાખવા પણ સૂચનો અપાયા. નિરીક્ષક અને તાલુકા પ્રમુખ આવતીકાલે કોંગ્રેસ ઉમેદવારોના મેન્ડેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છેકે, 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક બેઠકો કોંગ્રેસ લડ્યા વગર જ હારી ગયું હતું. કોઈપણ બેઠક પર ચૂંટણી લડ્યા પૂર્વે જ હાર ના મળે એ માટે પણ અપાઈ સૂચના.
આ પણ વાંચોઃ ભાજપમાં ઉંચી ઓળખાણવાળાના નામ અમદાવાદ માટે ફાઇનલ : ફોન હાથમાં જ રાખજો, બપોર બાદ વાગશે 'કિસ્મતની ઘંટડી'






