Home Gujarat Vadodara Ankita Parmar Social Media Star Bjp Candidate 1 M Followers

ચૂંટણીમાં ભાજપે જે સુંદર ચહેરાને ટિકિટ આપી એ કોણ છે? : જાણો કેમ instagram પર ભાજપના આ ઉમેદવારને લાખો લોકો કરે છે ફોલો

Social Media Star Ankita Parmar
Published by: Vishal Dave
Last Updated: Apr 10, 2026, 06:35 AM IST

BJP Candidate and Social Media Star Ankita Parmar: અંકિતા પરમાર સોશિયલ મીડિયા, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર એક જાણીતું અને લોકપ્રિય નામ છે. તેમની આકર્ષક રજૂઆતો, ડાન્સ રીલ્સ અને ગંભીર મુદ્દાઓ પરના ટૂંકા વીડિયોએ તેમને લાખો યુવાનોના ફેવરિટ બનાવ્યા છે. ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના લોકપ્રિય સંવાદ - 'ઇજ્જત સે જીનેકા.. કિસી સે ડરના નહિ... ન MLA સે ન મંત્રી સે...' પર બનાવેલી તેમની રીલ રાતોરાત વાયરલ થઈ હતી, જેણે તેમને એક અલગ જ ઓળખ અપાવી.

પરંતુ વાત અહીં અટકતી નથી…અંકિતા માટે ગ્લેમરની આ દુનિયા તેમના વ્યક્તિત્વનું માત્ર એક પાસું છે. તેમની ખરી સફર તો જમીની સ્તરની જનસેવા અને પક્ષના સંગઠન સાથે જોડાયેલી છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે સોશિયલ મીડિયા એ આજના સમયમાં લોકો સુધી પહોંચવાનો એક સેતુ છે, જેનાથી પ્રજાના પ્રશ્નોને ઝડપથી વાચા આપી શકાય છે.

શૈક્ષણિક લાયકાત અને સામાજિક નેતૃત્વ

તેમની આ ઓળખ માત્ર એક 'ઇન્ફ્લુએન્સર' પૂરતી સીમિત નથી. ઉચ્ચ શિક્ષિત અંકિતા કાયદાના સ્નાતક (LL.B) છે. રાજકારણમાં જ્યારે યોગ્ય વહીવટ અને કાયદાકીય સમજની વાત આવે છે, ત્યારે તેમની પાસે કાયદાના જ્ઞાનનું પાસું અત્યંત મજબૂત બની રહે છે. એક શિક્ષિત યુવા સ્ત્રી જ્યારે પંચાયત સ્તરે વહીવટ સંભાળે છે, ત્યારે તે સરકારી યોજનાઓ, કાયદાકીય આંટીઘૂંટીઓ અને વહીવટી પ્રક્રિયાઓને બારીકાઈથી સમજી શકે છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે.. વહીવટી ગૂંચવણો ઉકેલવાની અંકિતા પરમારની આ ક્ષમતાનો સીધો લાભ સામાન્ય જનતાને મળે છે. પારિવારિક વારસો પણ સામાજિક સેવાનો રહ્યો હોવાથી નેતૃત્વના ગુણો તેમનામાં નાનપણથી જ સિંચાયેલા છે.

ભાવિ વિઝન અને સ્માર્ટ વિલેજ પ્રોજેક્ટ

અંકિતા પરમાર માત્ર ચૂંટણીલક્ષી વચનો આપવાને બદલે પોર વિસ્તારના ગામોને 'સ્માર્ટ વિલેજ' બનાવવાનો એક નક્કર રોડમેપ તૈયાર કર્યો છે. તેમના આયોજન મુજબ, પોરની આસપાસ આવેલા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારીની વધુ તકો મળે તે હેતુથી કૌશલ્ય વિકાસ કેન્દ્રો સ્થાપવામાં આવશે.



સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક

મહત્વપૂર્ણ વાત એ છે કે.. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી વિના વિઘ્ને પહોંચે તે માટે ડિજિટલ પંચાયતનો કન્સેપ્ટ અમલમાં મુકાશે, જેમાં "મારો પ્રતિનિધિ મારા દ્વારે" નામની ડિજિટલ હેલ્પલાઇન શરૂ કરવાનું આયોજન છે.

આ સાથે જ ગ્રામીણ શાળાઓનું આધુનિકીકરણ, આંગણવાડીઓની સુવિધાઓમાં વધારો અને ખેડૂતો માટે સિંચાઈના પ્રશ્નો હલ કરી કૃષિમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવાની અંકિતા પરમારનું વિઝન છે. રાજકારણમાં ઈન્ફ્લુએન્સરને ટિકિટ આપવાનો પ્રયોગ કદાચ સાવ નવો નથી, પરંતુ પંચાયત સ્તરે જ્યારે ૧ મિલિયન ફોલોઅર્સ ધરાવતો યુવા ચહેરો મેદાનમાં ઉતરે, ત્યારે તેની અસર આખા જિલ્લાના રાજકીય માહોલ પર પડતી હોય છે.

અંકિતા પરમાર જ્યારે પ્રચારમાં નીકળે છે ત્યારે તેમને જોવા ભીડ ઉમટી પડે છેઃ

અંકિતા પરમાર જ્યારે પ્રચાર માટે ગામડાં ખૂંદવા નીકળે છે, ત્યારે તેમને જોવા અને સાંભળવા માટે યુવાનોની ભારે ભીડ ઉમટી પડે છે. આ ડિજિટલ લોકપ્રિયતા ગ્રાઉન્ડ પર વોટબેંકમાં કેટલી હદે પરિવર્તિત થાય છે, તે જોવું ખરેખર રસપ્રદ રહેશે. વિરોધ પક્ષ કોંગ્રેસ માટે આ યુવા અને આધુનિક જનસંપર્કની કુશળતા ધરાવતા ઉમેદવારનો સામનો કરવો એક મોટો પડકાર બની રહેશે.

આ પણ વાંચોઃ 1 M Followers ધરાવતી Social Media Star ને ભાજપે આપી ટિકિટ : શું ચૂંટણીમાં મતદારો પર ચાલશે Influencer અંકિતા પરમારનો જાદુ?

આ સમગ્ર ઘટનાક્રમ એ વાતની સાબિતી આપે છે કે હવે રાજનીતિમાં માત્ર દીવાલ પર લાગેલા પોસ્ટરો જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર મુકાતી પોસ્ટ પણ સમાન રીતે મહત્વની બની ગઈ છે. બદલાતા સમય સાથે તાલ મિલાવીને ભાજપે એક એવા લડવૈયા પર દાવ ખેલ્યો છે.

ભાજપનો આ પ્રયોગ દર્શાવે છે કે રાજકારણ હવે પરંપરાગત રીતોથી બહાર નીકળીને ડિજિટલ અને યુવાકેન્દ્રી બની રહ્યું છે. અંકિતા પરમાર જેવી શિક્ષિત અને સોશિયલ મીડિયા પર પ્રભાવ ધરાવતી યુવતીને પંચાયત સ્તરે જવાબદારી સોંપવી એ ગ્રાઉન્ડ લેવલના વહીવટમાં આધુનિકતા લાવવાનો પ્રયાસ છે. જો આ સફળ રહેશે, તો ભવિષ્યમાં વધુ યુવા પ્રોફેશનલ્સ અને ઇન્ફ્લુએન્સર્સ રાજનીતિમાં સક્રિય થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now