Ankit Parmar gave a big statement: ભાજપમાં વર્ષોથી કામ કરનાર નયનાબેન પરમારને વડોદરા જિલ્લાની પોર બેઠક પરથી ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે. જેને કારણે નયનાબેને હવે ભાજપની સામે જ પોર બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ સ્થાનિક કક્ષાએ રાજકારણ ગરમાયું છે. સ્થાનિકો નવા ચહેરાને આવકારવા તૈયાર નથી. એવામાં પોર બેઠક પર નયનાબેનના બદલે જેમને ટિકિટ ભાજપે આપી છે એવા સોશિયલ મીડિયા સ્ટાર અને ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ ધરાવતા અંકિતા પરમારનું મોટું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ ચૂંટણીમાં ભાજપે જે સુંદર ચહેરાને ટિકિટ આપી એ કોણ છે? : જાણો કેમ instagram પર ભાજપના આ ઉમેદવારને લાખો લોકો કરે છે ફોલો
જિલ્લા પંયાયતમાં ઉમેદવારીની તક મળતા અંકિતાબેન પરમારે જણાવ્યુંકે, હું સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીની દિલથી આભાર માનું છું. સ્થાનિક ધારાસભ્યનો આભાર માનું છું. જનતાનો પણ આભાર. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચુકી છું. આજે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી એ આનંદની વાત છે. ભાજપે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ પક્ષના મોવડી મંડળનો આભાર. પોર બેઠક પર જંગી મતથી મારો વિજય થશે. મને ટિકિટ મળતાં જે લોકો નારાજ થયા છે તેમને મનાવીશ.

ભાજપે પોતાને કેમ ટિકિટ આપી એ મુદ્દે અંકિતા પરમારે શું કહ્યું?
ભાજપે તેમને કેમ ટિકિટ આપી એ સવાલના જવાબમાં અંકિતાએ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. ભાજપના ઉમેદવાર અને સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે જણાવ્યુંકે, મોદીજીનું વિઝન છેકે, યુવા નેતાઓને આગળ વધારવા જોઈએ, ખાસ કરીને મહિલાઓને સોશિયલ મીડિયા પર મારા ફોલોઅર્સ સતત વધી રહ્યાં છે. રોજ વધુને વધુ લોકો મારી સાથે જોડાઈ રહ્યાં છે. તેથી હવે હું પણ એવું જ કોન્ટેન્ટ સોશિયલ મીડિયા પર મુકું છું જેનાથી લોકોની હેલ્પ થઈ શકે. હું હવે સોશિયલ મીડિયા થકી સરકારની યોજનાઓનો પ્રચાર કરીશ.
નયનાબેન પરમાર અંગે ભાજપ ઉમેદવાર અંકિતાબેન પરમારનું નિવેદનઃ
ભાજપના ઉમેદવાર અંકિતા પરમારે જણાવ્યુંકે, નયનાબેન પણ ભાજપના સનિષ્ઠ કાર્યકર્તા છે. મારે એમની સાથે કોઈ મતભેદ નથી. એ પણ મારા બેન સમાન છે. મારે પણ એમની સાથે મળીને જ પાર્ટીમાં કામ કરવાનું છે. અમારા એવા પ્રયત્નો છેકે, નયનાબેનને સમજાવી દઈશું. અને એ સમજી જશે એવી મને ખાતરી છે. અમારે સાથે મળીને જ પાર્ટીમાં કામ કરવાનું છે. અંકિતા પરમારના આ નિવેદન બાદ સ્થાનિક સ્તરે રાજકારણમાં અલગ અલગ તર્ક વિતર્ક ઉભા થયા છે.






