વોટ્સએપને સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મ ગણવામાં આવે છે, કારણ કે તેમાં End-to-End Encryption સુવિધા ઉપલબ્ધ છે. છતાં પણ, લોકોની ખાનગી ચર્ચાઓ ઘણા વખત સામાજિક માધ્યમો અને જાહેર પ્લેટફોર્મ પર જોવા મળે છે, જેના કારણે વપરાશકર્તા માનતા હોય છે કે એપ્લિકેશનમાં ખામી છે. હકીકતમાં, મોટાભાગે સમસ્યા એપમાં નહીં પરંતુ વપરાશકર્તાની સાવચેતીમાં ઊભી થાય છે.
બેકઅપ સૌથી મોટું જોખમ સાબિત થાય છે
ફોન બદલતી વખતે મેસેજીસ ન ગુમ થાય તે માટે લોકો Google Drive અથવા iCloud પર WhatsApp Backup સક્રિય રાખે છે. પરંતુ અહીંથી મુખ્ય ખતરો શરૂ થાય છે. એન્ક્રિપ્શન ફક્ત તમારા ફોન અને સામેની વ્યક્તિના ફોન વચ્ચેની ચેટ માટે અસરકારક છે. બેકઅપ ફાઇલો પર તે જ સુરક્ષા લાગુ પડતી નથી. એટલે કે જો કોઈ વ્યક્તિ તમારા ક્લાઉડ એકાઉન્ટ સુધી પહોંચે છે તો તે આખા WhatsApp બેકઅપ સુધી પહોંચી શકે છે.
નબળા પાસવર્ડ લોકોનો ડેટા ઉઘાડે છે
ઘણા લોકો તેમના Google અથવા Apple Account માટે સરળ પાસવર્ડનો ઉપયોગ કરે છે અથવા દરેક વેબસાઈટ પર એક જ પાસવર્ડ રાખે છે. આવી સ્થિતિમાં હેકર માટે એકાઉન્ટ તોડવું સરળ બને છે. ઉપરાંત, OTP છેતરપિંડી દ્વારા પણ એકાઉન્ટનો કાબૂ ગુમાવી દેવામાં આવે છે. એક વાર જો ક્લાઉડ એકાઉન્ટ હેક થઈ જાય તો WhatsApp Backup એક ખુલ્લી ફાઈલ બની જાય છે.
ચેટ સીધી WhatsAppમાંથી નહીં પરંતુ ફોનનાં ફોલ્ડરમાંથી પણ લીક થાય છે
Auto Media Download ચાલુ હોય ત્યારે ફોટા અને ફાઇલો ફોનનાં ગેલેરી ફોલ્ડરમાં સાચવાય છે. ઘણી અસુરક્ષિત એપ્લિકેશન્સ ગેલેરી ઍક્સેસ માગે છે, જેના કારણે પ્રાઇવેટ ફોટા અને ડોક્યુમેન્ટ અન્ય જગ્યાએ પહોંચે છે. ઉપરાંત, વ્યક્તિ પોતે સ્ક્રીનશોટ લઈ રાખે તો તે પણ લીક થવા લાગે છે.
કેવી રીતે સુરક્ષિત રહેવું
વોટ્સએપ ચેટ લીક થવાનું મુખ્ય કારણ ટેક્નિકલ ખોટ નહીં પરંતુ સુરક્ષાની અભાવ છે. નિષ્ણાતો નીચે મુજબની સાવચેતી રાખવાની સલાહ આપે છે.
WhatsApp Backup બંધ રાખો અથવા Chat Backup Encryption સક્રિય કરો
Google અને Apple Account પર મજબૂત પાસવર્ડ તથા Two Factor Authentication ચાલુ કરો
Auto Media Download Disable કરો
OTP અથવા અજાણી Link શેર ન કરો
માહિતી સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, End-to-End Encryption તોડવી લગભગ અશક્ય છે. એટલે કે ચેટ લીક થાય છે ત્યારે મૂળ ખામી વપરાશકર્તાની સુરક્ષા પદ્ધતિઓમાં હોય છે, WhatsAppના સિસ્ટમમાં નહીં.




















