તમે રજનીકાંતની Robot ફિલ્મ તો જોઈ જ હશે. આ ફિલ્મ મોટી રોબોટની આર્મી હોય છે, તમે કલ્પના કરો કે તેવી જ આર્મી વાસ્તવિક જીવનમાં જોવા તો. હકીકતમાં ચીની ટેક કંપની UBTECH Robotics એ તાજેતરમાં આવી જ આર્મી એક વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં સેંકડો હ્યુમનોઇડ રોબોટ્સ લશ્કરી શૈલીના ફોર્મેશનમાં કૂચ કરતા જોવા મળે છે. કંપનીનો દાવો છે કે આ તેના રોબોટ મોડેલ્સની પહેલી મોટા પાયે ડિલિવરી છે.
ડિલિવરી માટે તૈયાર દેખાયા રોબોટ
આ વિડીયો, જેમાં રોબોટ ડિલિવરી માટે તૈયાર છે તે ખૂબ જ સિનેમેટિક અંદાજમાં શૂટ કરવામાં આવ્યો છે અને તેનો હેતુ કંપનીના બીજી પેઢીના Walker S2 મોડેલના લોન્ચને પ્રમોટ કરવાનો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, UBTECH કહે છે કે આ રોબોટ વિશ્વનો પહેલો હ્યુમનોઇડ રોબોટ છે જે પોતાની બેટરી બદલી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે ડિલિવરી નવેમ્બરના મધ્યમાં શરૂ થશે.
લોકોને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો
વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સનું રીએક્શન આવવા લાગ્યું. રોબોટની સચોટ ગતિવિધિઓ જોઈને ઘણા લોકો અચંબિત થઈ ગયા, જ્યારે કેટલાકને આ દ્રશ્ય કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મ જેવું લાગ્યું. કેટલાક યુઝર્સે શંકા વ્યક્ત કરતા કહ્યું કે આ વીડિયો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે. જોકે, તમને જણાવી દઈએ કે આ વીડિયો રોબોટિક્સ કંપની UBTECH ની ફેક્ટરીનો છે, જ્યાં આ રોબોટ્સ ડિલિવરી માટે તૈયાર કરવામાં આવ્યા છે.
UBTECH ને મળ્યા મોટા ઓર્ડર
UBTECH કંપની આ રોબોટ્સનું મોટા પાયે પ્રોડક્શન કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ કહ્યું કે તેને સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં એક ફર્મ તરફથી 159 મિલિયન યુઆનનો ઓર્ડર મળ્યો છે. સપ્ટેમ્બરમાં મળેલા 250 મિલિયન યુઆનના મોટા ઓર્ડર પછી આ બીજો સૌથી મોટો કોન્ટ્રાક્ટ છે. આ ઉપરાંત, અન્ય ઘણા ડિલ્સ પણ ફાઇનલ થયા છે.




















