The company will launch Nano Banana 2 for the Gemini app: Google Gemini નું ઇમેજ જનરેટર ટૂલ, Nano Banana ખૂબ જ લોકપ્રિય રહ્યું. સોશિયલ મીડિયાથી લઈને પ્રોફેશનલ એકાઉન્ટ્સ સુધી, લોકોના 3D મોડલ દરેક જગ્યાએ જોવા મળ્યા. હવે, Google આ ટૂલનું નેક્સ્ટ-જનરેશન વર્ઝન રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની જેમિની એપ માટે Nano Banana 2 લોન્ચ કરશે. તે સુધારેલા એંગલ અને ટેક્સ્ટ કંટ્રોલ જેવા ઘણા ફીચર્સ આપશે, જેનાથી AI-જનરેટેડ ફોટા પણ એકદમ રિયલ દેખાશે.
ઇમેજ, કલર અને લાઇટને ચેન્જ કરવાનો ઓપ્શન મળશે
આ ટૂલનો એક પ્રીવ્યૂ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે સૂચવે છે કે, નવું મોડલ ઇમેજ જનરેશનને વધુ ઇન્ટેલિજન્ટ બનાવશે. અહેવાલો અનુસાર, નવું ટૂલ કેમેરા એંગલ, વ્યુપોઇન્ટ, કલર અને લાઇટિંગ પર વધુ નિયંત્રણ કરશે. તેમાં ઇમેજોમાં ટેક્સ્ટને એડિટ કરવાનો વિકલ્પ પણ સામેલ હશે. આ ફીચર સર્જકો દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. આ ફીચર તેમને બાકીની ઇમેજ સાથે સમાધાન કર્યા વિના ટેક્સ્ટને એડિટ કરવાનો ઓપ્શન મળશે.
સ્માર્ટ ઇમેજ ક્રિએશન
Nano Banana 2 માં બીજી એક અનોખી સુવિધા હોવાની અપેક્ષા છે. નવું મોડલ મલ્ટી-સ્ટેપ વર્કફ્લો અભિગમ સાથે કાર્ય કરશે. એનો અર્થ એ કે, તે એક જ વારમાં ઇમેજ બનાવીને તેને પૂર્ણ કરશે નહીં. તે પહેલા ઇમેજ વિશે વિચારશે, પછી તેમાં રહેલી ભૂલો શોધી કાઢશે અને પછી તે ભૂલોને દૂર કરશે. સરળ શબ્દોમાં સમજવા માટે, તે આપમેળે ઇમેજમાં રહેલી ભૂલો શોધી કાઢશે અને તેને દૂર કરશે અને અંતે યુઝર્સની સમક્ષ અંતિમ ઇમેજ રજૂ કરશે. આ રીતે, તે માનવીની જેમ કામ કરશે, જેના કારણે AI દ્વારા જનરેટ કરાયેલી ઇમેજો પણ વધુ કુદરતી અને રિયલ દેખાશે.
ટૂંક સમયમાં લોન્ચ થવાની અપેક્ષા છે
કંપની GEMPIX 2 નામના Nano Banana 2 મોડલ પર કામ કરી રહી છે. તે પહેલાથી જ ઘણા પ્રાયોગિક ગુગલ પ્રોજેક્ટ્સમાં દેખાયું છે, જેમાં વ્હિસ્ક લેબ્સનો સમાવેશ થાય છે. જો બધું અપેક્ષા મુજબ રહ્યું, તો તે આગામી થોડા અઠવાડિયામાં રજૂ કરવામાં આવશે.




















