WhatsApp introduced a new feature: WhatsApp તેના યુઝર્સને સાયબર એટેકથી બચાવવા માટે એક નવી સેટિંગ રજૂ કરી રહ્યું છે. આ એપ્લિકેશનના ઘણા ફીચર્સ લોક કરશે, જેનાથી સાયબર ગુનેગારો યુઝર્સની માહિતી ઍક્સેસ કરી શકશે નહીં. આ ફીચર એન્ડ્રોઇડ માટે બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. આ નવા ફીચર સાથે, અજાણ્યા નંબરો પરથી આવતા મેસેજની સંખ્યા પણ મર્યાદિત થશે, જે લોકોને સ્પામ મેસેજથી બચવામાં મદદ કરશે.
WhatsApp માં સ્ટ્રિક એકાઉન્ટ સેટિંગ્સ મોડ મળશે
આ નવા ફીચરને સ્ટ્રિક એકાઉન્ટ સેટિંગ્સ મોડ કહેવામાં આવે છે. કંપની હાલમાં આ ફીચર પર કામ કરી રહી છે, અને તેને વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં થોડો સમય લાગી શકે છે. આ ફીચરની રજૂઆત સાથે, એપ્લિકેશનની બધી સિક્યોરિટી સેટિંગ્સ એક જ ટૉગલથી લાગુ કરી શકાય છે. આ સાથે, યુઝર્સને અલગ અલગ પ્રાઈવસી ઓપ્શન અને સેટિંગ્સ સેટ કરવાની જરૂર રહેશે નહીં. આ મોડને એક્ટિવ કરવાથી, યુઝરનું IP એડ્રેસ સુરક્ષિત રહેશે અને લોકેશન ડેટાના આધારે કોઈ પણ યુઝરને ટ્રેક કરી શકશે નહીં.
અજાણ્યા લોકોની ફાઇલો ડાઉનલોડ થશે નહીં.
નવા ફીચરમાં સેટિંગ એક્ટિવેટ કર્યા પછી, કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતી ફાઇલો, ફોટા અને વીડિયો બ્લોક થઈ જશે, જેનાથી ડિવાઇસમાં માલવેર ઇન્સ્ટોલ થવાનું જોખમ રહેશે નહીં. યુઝર્સ ફક્ત અજાણ્યા નંબરોથી જ ટેક્સ્ટ મેસેજ પ્રાપ્ત કરી શકશે. આ ઉપરાંત, કંપની લિંક પ્રીવ્યૂને Disabled કરવાનું પણ વિચારી રહી છે.
અજાણ્યા નંબરો પરથી આવતા કોલ મ્યૂટ કરવામાં આવશે
નવા ફીચરમાં અજાણ્યા નંબરો પરથી આવતા કોલને મ્યૂટ કરવાનો વિકલ્પ પણ હશે જેથી યુઝર્સને spam, scams and zero-click attacks વગેરેથી સુરક્ષિત રહી શકે. આ ઉપરાંત, યુઝરનો ફોટો, સ્ટેટસ અને લાસ્ટ સીન જેવી માહિતી પણ કોન્ટેક્ટ સિવાય અન્ય કોઈને દેખાશે નહીં. આ રીતે, પ્રાઈવસી અને સિક્યોરિટી સંબંધિત બધી સેટિંગ્સ એક જ ટૉગલથી એક્ટિવ કરી શકાય છે.




















