જોત જોતાં AI ઝડપથી દરેકના જીવનનો એક ભાગ બની ગયું છે અને 4 નવેમ્બર 2025 થી, Open AI તેના ChatGPT ના Go વર્ઝનને દરેક ભારતીય માટે ફ્રીમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે ChatGPT Go નું સબ્સ્ક્રિપ્શન આખા વર્ષ માટે ફ્રીમાં ઉપલબ્ધ રહેશે. નોંધનીય છે કે અગાઉ Perplexity Pro એ એરટેલ યુઝર્સને તેનું વર્ષભરનું સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં આપ્યું હતું. આ પછી, તાજેતરમાં Google એ Jio યુઝર્સે આખા વર્ષ માટે તેનો Google AI Pro પ્લાન ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ કે ChatGPT Go નું ફ્રી સબ્સ્ક્રિપ્શન મેળવવા માટે શું કરવું પડશે...
શું છે ChatGPT Go?
ChatGPT Go ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની કિંમત ₹399 પ્રતિ માસ છે. આ OpenAIનો મિડ-ટિયર સબ્સ્ક્રિપ્શન પ્લાન છે, જે ફ્રી અને Plus પ્લાન વચ્ચે આવે છે. યુજરને વધુ એડવાન્સ સુવિધાઓ મળે છે, જેમ કે ChatGPT વધારે વાતચીત લિમિટ, દૈનિક ઇમેજ બનાવવાની ફીચર, ફાઇલ અપલોડ ઓપ્શન અને લાંબી સ્ટોરેજ સ્પેસ, જે ચેટ્સને વધુ વ્યક્તિગત અને સ્માર્ટ બનાવે છે. આ પ્લાન OpenAI ના લેટેસ્ટ GPT-5 મોડેલ પર આધારિત છે.
ChatGPT Go નો દાવો કેવી રીતે કરવો?
આજથી, 4 નવેમ્બરથી, ભારતમાં ChatGPT Go માટે સાઇન અપ કરનાર કોઈપણ યુજર્સને આ પ્લાન એક વર્ષ માટે સંપૂર્ણપણે ફ્રી મળશે. OpenAI એ હજુ સુધી આ ઓફરની ડેડલાઇન તારીખ જાહેર કરી નથી. તેથી, શક્ય તેટલી વહેલી તકે આ ઓફરનો દાવો કરવો શ્રેષ્ઠ છે.
તમારે ChatGPT માં તમારા એકાઉન્ટમાં લોગિન કરવાની જરૂર પડશે.
આ પછી, તમારે તમારા નામ સાથે નીચે દેખાતા Upgrade પર ટેપ કરવાનું રહેશે.
આ પછી તમે ChatGPT Go પસંદ કરીને આગળ વધી શકો છો.
તે ફ્રી હોવાથી, તમારે તેના માટે કોઈ ચૂકવણી કરવાની રહેશે નહીં.
OpenAI ની પ્રથમ ડેવલપર ઇવેન્ટ
નોંધપાત્ર રીતે, OpenAI ની પહેલી DevDay Exchange ડેવલપર ઇવેન્ટ આજે, 4 નવેમ્બરના રોજ બેંગલુરુમાં યોજાઈ રહી છે. આ ઇવેન્ટમાં OpenAI ભારતને લગતી ઘણી જાહેરાતો કરે તેવી અપેક્ષા છે. અહેવાલો અનુસાર, OpenAI ભારતમાં શક્ય તેટલા વધુ લોકો માટે એડવાન્સ AI ટેકનોલોજી સુલભ બનાવવા માંગે છે. ભારત હવે OpenAIનું બીજું સૌથી મોટું બજાર બની ગયું છે. દેશમાં લાખો યુઝર્સ દરરોજ ChatGPT નો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે તેની “India-first” વૃદ્ધિ સ્ટ્રેટેજીનો ભાગ રૂપે, આ વર્ષના અંત સુધીમાં નવી દિલ્હીમાં તેની પ્રથમ ઓફિસ ખોલવાની યોજના ધરાવે છે.




















