સ્માર્ટફોન માર્કેટમાં હવે 5G સપોર્ટવાળા મોડલ ઓછી કિંમતે ઉપલબ્ધ થઈ ગયા છે. જો તમે ઓછા બજેટમાં ઝડપી ઈન્ટરનેટ, સારી બેટરી ક્ષમતા અને સ્ટેબલ પરફોર્મન્સ શોધી રહ્યા હો, તો નીચે દર્શાવેલા મોડલ ઝડપી પ્રોસેસર અને લાંબા ઉપયોગ માટે યોગ્ય બેટરી સાથે આકર્ષક વિકલ્પ સાબિત થઈ શકે છે.
Samsung Galaxy M36 5G (Rs 14423)
સેમસંગનો આ મોડલ એવા ગ્રાહકો માટે યોગ્ય છે, જેઓ બ્રાન્ડ વિશ્વાસ સાથે 5G ફોન ખરીદવા માગે છે. તેમાં 6.7 inch Super AMOLED સ્ક્રીન આપવામાં આવી છે, જે કલર રિચ વિઝ્યુઅલ અનુભવ આપે છે. Exynos ચિપસેટ અને 5000mAh બેટરી દિનચર્યા વપરાશ માટે પૂરતી છે.
iQOO Z10x 5G (Rs 13998)
આ મોડલ એવા યુઝર્સ માટે છે, જેઓ ઝડપી પ્રોસેસિંગ અને લાંબી બેટરી લાઇફ ઇચ્છે છે. એની અંદર MediaTek Dimensity 7300 ચિપસેટ અને 6500mAh બેટરી આપવામાં આવી છે, જે ગેમિંગ કે મલ્ટીટાસ્કિંગ માટે અનુકૂળ છે. 6.72 inch IPS LCD ડિસ્પ્લે સાથે 50MP રિયર અને 8MP ફ્રન્ટ કેમેરા રોજિંદા ફોટોગ્રાફી માટે યોગ્ય છે.
Vivo Y31 5G (Rs 14999)
વીવોનો આ મોડલ તાકાતવર બેટરી માટે ઓળખાય છે. 6.68 inch IPS LCD ડિસ્પ્લેની પીક બ્રાઈટનેસ 1000 nits સુધી જાય છે, જેથી બહાર તડકામાં પણ સ્ક્રીન જોવામાં સરળતાં રહે છે. Snapdragon 4 Gen 2 ચિપસેટ અને 6500mAh બેટરી તેને લાંબા સમય સુધી ચાલનારો સ્માર્ટફોન બનાવે છે.
Realme P3x 5G (Rs 11499)
રિયલમીનો આ ફોન તેજ રિફ્રેશ રેટ અને મોટી બેટરી ઇચ્છતા યુઝર્સ માટે યોગ્ય છે. 6.72 inch IPS સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ સાથે મળે છે, જે વિડિયો સ્ક્રોલિંગ કે ગેમિંગ smoother બનાવે છે. MediaTek Dimensity 6000 ચિપસેટ અને 6000mAh બેટરી તેને લાંબા ઉમે માટે અનુકૂળ વિકલ્પ બનાવે છે.
Motorola G45 5G (Rs 9999)
મોટોરોલા તેના સરળ અને બજેટ ફ્રેન્ડલી ફોન માટે જાણીતી છે. 6.5 inch IPS ડિસ્પ્લે અને 5000mAh બેટરી રોજિંદા કાર્ય માટે પૂરતી છે. 50MP+2MP ડ્યુઅલ રિયર કેમેરા અને 16MP ફ્રન્ટ શૂટર સામાન્ય ફોટો અને વિડિયો જરૂરીયાતોને પૂરતી રીતે પૂર્ણ કરે છે.
Oppo A5x 5G (Rs 8998)
ઓપ્પોનો આ મોડલ મૂળભૂત જરૂરિયાતો ધરાવતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર થયો છે. 5000mAh બેટરી સાથે મળતી 33W ફાસ્ટ ચાર્જિંગ આ કેટેગરીમાં ઉપયોગી ફીચર ગણાય છે. MediaTek Dimensity 6300 ચિપ અને 6.67 inch IPS ડિસ્પ્લે સાથે આવતી ડિવાઇસ સામાન્ય ટાસ્ક માટે સારું પ્રદર્શન આપે છે.




















