logo-img
Apple Security Alert Cert In

Apple ડિવાઈસિસ પર સાયબર એટેકનું જોખમ : CERT-Inની હાઈ લેવલ એલર્ટ ચેતવણી

Apple ડિવાઈસિસ પર સાયબર એટેકનું જોખમ
Published by: Offbeat Team
| Last Updated: Nov 15, 2025, 03:45 PM IST

ભારત સરકારે એપલ ડિવાઇસનો ઉપયોગ કરતા લાખો વપરાશકર્તાઓને તાત્કાલિક સાવધ રહેવાની ચેતવણી આપી છે. ભારતની કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એપલના અનેક પ્રોડક્ટ્સ માટે હાઈ લેવલ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને જૂના સોફ્ટવેર વર્ઝનનો ઉપયોગ કરતા યુઝર્સ સાયબર હુમલાની ઝપેટમાં આવી શકે છે.

CERT-In અનુસાર, આ નબળાઈઓનો ઉપયોગ કરી હેકર્સ:

  • ડિવાઇસ પર Malicious Code ચલાવી શકે છે

  • ઉપકરણનું સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે

  • વ્યક્તિગત માહિતી ચોરી શકે છે

  • ડિવાઇસને ક્રેશ કરાવી શકે છે

  • સેફ્ટી પ્રોટોકોલ ભંગ કરી શકે છે

તે માટે તમામ એપલ યુઝર્સને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.


કયા ડિવાઇસ પર ખતરો?

જૂના વર્ઝન ચલાવતા નીચેના ઉપકરણો સૌથી વધારે જોખમમાં છે:

  • iPhone અને iPad: iOS/iPadOS 26.1 પહેલાંના વર્ઝન

  • Mac: macOS Sequoia 15.1 પહેલાં, Ventura 13.7.1 પહેલાં, Monterey 12.7.2 પહેલાં

  • Apple Watch: watchOS 11.1 પહેલાં

  • Apple TV: tvOS 18.1 પહેલાં

  • Vision Pro: visionOS 2.1 પહેલાં

  • Safari બ્રાઉઝર: 17.6.1 પહેલાં

  • Xcode: 15.4 પહેલાંનું વર્ઝન


અપડેટ શા માટે કરવું જરૂરી?

Apple એ આ નબળાઈઓને દૂર કરવા માટે સેફ્ટી પેચ સહિતના નવા અપડેટ્સ જાહેર કર્યા છે.
યુઝર્સે તરત જ નીચે મુજબ અપડેટ કરવું જોઈએ:

  • iOS / iPadOS → 26.1 અથવા લેટેસ્ટ

  • macOS → 15.1 અથવા લેટેસ્ટ

  • watchOS → 11.1 અથવા લેટેસ્ટ

  • tvOS → 18.1 અથવા લેટેસ્ટ

  • visionOS → 2.1 અથવા લેટેસ્ટ

  • Safari → 17.6.1 અથવા લેટેસ્ટ

  • Xcode → 15.4 અથવા લેટેસ્ટ


CERT-In દ્વારા આપેેલી સાવચેતી

✔ સોફ્ટવેર અને સિસ્ટમ લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો
Auto Update ચાલુ રાખો
✔ અજાણી લિંક્સ, ઇમેઇલ અથવા મેસેજ પર ક્લિક ન કરો
✔ ફક્ત Apple Store પરથી જ એપ્સ ડાઉનલોડ કરો
✔ મજબૂત પાસવર્ડ અને 2-Step Verification સક્ષમ કરો
✔ જાહેર Wi-Fi પર સંવેદનશીલ કાર્ય ન કરો
✔ શંકાસ્પદ એપ્સ કે મેસેજ તાત્કાલિક ડિલીટ કરો


CERT-In એ સ્પષ્ટ કર્યું છે કે આ નબળાઈઓ ખૂબ જ ગંભીર છે અને હેકર્સ તેનો દુરૂપયોગ કરી શકે છે. તેથી, બધા એપલ યુઝર્સે તરત જ પોતાના ડિવાઇસને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવું જરૂરી છે, નહીં તો ડેટા ચોરી, સિસ્ટમ ક્રેશ અને સેફ્ટી ખતરાનો જોખમ વધી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now