Who is next CM of West Bengal?: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો આવી ચૂક્યા છે. જેમાં ખાસ કરીને દેશ આખાની નજર જેના પર હતી તે પશ્ચિમ બંગાળ રાજ્ય હવે ભાજપે જીતી લીધું છે. ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ બંગાળમાં ભાજપ દિલ્હી જેવો દાવ રમી શકે છે. અર્થાત એક મહિલા ચહેરાને દિલ્હીની જેમ રાજ્યનું સુકાન સોંપી શકે છે. જે પ્રકારી દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રી બનાવીને ભાજપે અલગ સમીકરણો સેટ કર્યા એજ પ્રકારનો દાવ હવે બંગાળમાં પણ ગોઠવાઈ શકે છે.
આ ચર્ચા એટલાં માટે તેજ બની છે કારણકે, એક તરફ 9મી મેના રોજ બંગાળના નવા મુખ્યમંત્રી શપશવિધિની વાતોએ ખુબ જોર પકડ્યું છે. બીજી તરફ હાલમાંજ પશ્ચિમ બંગાળના ભાજપના ફાયરબ્રાન્ડ મહિલા નેતા અગ્નિમિત્રાને દિલ્હીથી તેડું આવ્યું છે. સૂત્રોની માનીએ તો બંગાળના મુખ્યમંત્રી પદ માટે અગ્નિમિત્રા પૌલને ભાજપ હાઈકમાન્ડ દ્વારા જવાબદારી સોંપવામાં આવી શકે છે.
હાર છતાં રાજીનામું નહીં: શું હાર્યા પછી પણ મમતા બેનર્જી સીએમ રહી શકે? જાણો રાજ્યપાલ પાસે હવે કયા વિકલ્પો બાકી
એવી પણ વાત જાણવા મળી છેકે, દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ નીતિન નવીન સાથે અગ્નિમિત્રાની બેઠક થઈ છે. જો આ વાત સાચી ઠરે તો બંગાળમાં ભાજપ દિલ્હીવાળો દાવ રમીને મહિલા ચહેરાને સુકાન સોંપે તો નવાઈ નહીં. હવે એ જાણીએ કે આખરે કોણ છે અગ્નિમિત્રા પૌલ? બંગાળમાં નવી સરકારના ગઠન પહેલાં જ આ નામ પર હાલ કેમ થ રહી છે ચર્ચા?
પશ્ચિમ બંગાળમાં તાજેતરના ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રી પદને લઈને રાજકીય અટકળો તેજ બની છે. ખાસ કરીને અગ્નિમિત્રા પૌલને અચાનક દિલ્હી બોલાવવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ ગરમાઈ ગઈ છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે તેમની બેઠક થવાની સંભાવના વચ્ચે હવે સવાલ ઊભો થયો છે કે શું તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે આગળ આવી શકે છે કે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની અંદર નેતૃત્વ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. ચૂંટણી પરિણામો પછી પાર્ટી રાજ્યમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે વ્યૂહરચના ઘડી રહી છે. આ પ્રક્રિયામાં કેન્દ્રીય નેતૃત્વ સીધું હસ્તક્ષેપ કરી રહ્યું છે, જેના ભાગરૂપે કેટલાક મુખ્ય નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
Gym માં પ્રી-વર્કઆઉટ ડ્રિંક પીવડાવ્યા બાદ ટ્રેનરે પાર કરી તમામ હદ: પછી મોટા ઘરની યુવતીના પર્સનલ Video બનાવી કર્યા વાયરલ
ભાજપની વ્યૂહરચના અને નેતૃત્વની શોધ
પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે, જેના નેતૃત્વમાં મમતા બેનર્જી રાજ્યની રાજનીતિમાં મજબૂત પાયો ધરાવે છે. આવી પરિસ્થિતિમાં ભાજપ માટે મજબૂત અને લોકપ્રિય ચહેરો ઉભો કરવો અત્યંત મહત્વનો મુદ્દો બની ગયો છે. અગ્નિમિત્રા પૌલનું નામ છેલ્લા કેટલાક સમયથી ભાજપના ઉદ્ભવતા ચહેરા તરીકે ચર્ચામાં રહ્યું છે. તેઓ રાજકીય રીતે સક્રિય હોવા ઉપરાંત રાજ્યમાં મહિલાઓ અને યુવાનો વચ્ચે પ્રભાવ ધરાવતા નેતા તરીકે ઓળખાય છે. દિલ્હી બોલાવવાના નિર્ણયને આ સંદર્ભમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.
થલાપતિ વિજયનાં માતા હિન્દુ, પિતા ખ્રિસ્તી, ભાજપ છે દુશ્મન: તો શું તે પેરિયારને માને છે ભગવાન?
શું CM પદ માટે દાવેદારી મજબૂત?
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અગ્નિમિત્રા પૌલને દિલ્હી બોલાવવું માત્ર સામાન્ય બેઠક નહીં પરંતુ મોટી રાજકીય પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે. જોકે, ભાજપ તરફથી સત્તાવાર રીતે કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી. આથી, હાલની પરિસ્થિતિમાં તેમની CM પદ માટેની દાવેદારી અંગે ચોક્કસ નિષ્કર્ષ કાઢવો વહેલો રહેશે. પાર્ટીમાં અન્ય નેતાઓ પણ દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે, જેના કારણે અંતિમ નિર્ણય માટે ચર્ચાઓ લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. ભાજપ સામાન્ય રીતે રાજ્યના નેતૃત્વ અંગે અંતિમ નિર્ણય કેન્દ્રીય સ્તરે લેતી હોય છે, જેથી અહીં પણ સમાન પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.
પત્ની સાથે ઝઘડો થતાં યુવકે ગુપ્તાંગ કાપીને ભગવાન શિવને ચઢાવી દીધું!: પછી ગળું કાપીને આત્મહત્યાનો પ્રયાસ, જાણો માનસિક વિકૃતિની ભયાનક હકીકત
બંગાળની રાજકીય પરિસ્થિતિ અને પડકારો
બંગાળમાં હાલ રાજકીય પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. ચૂંટણી બાદ હિંસાની ઘટનાઓ, પક્ષો વચ્ચે તણાવ અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો રાજ્ય માટે મોટા પડકાર બની રહ્યા છે. આવા સમયમાં જે પણ નેતા મુખ્યમંત્રી પદ સંભાળશે, તેના માટે સૌથી મોટો પડકાર શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાનો રહેશે. ભાજપ માટે આ માત્ર નેતૃત્વ પસંદ કરવાનો મુદ્દો નથી, પરંતુ રાજ્યમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવાની તક પણ છે. બીજી તરફ, TMC પોતાની સત્તા જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જેના કારણે રાજકીય સ્પર્ધા વધુ તીવ્ર બની છે.
UPSCમાં મોટા ફેરફારની તૈયારી: હવે પસંદગી પામેલા IAS-IPS ઉમેદવારોની 'પેટા જ્ઞાતિ' પણ જાહેર થશે, CICની મોટી ભલામણ
કોણ છે અગ્નિમિત્રા પૌલ?
ભાજપના નેતા અગ્નિમિત્રા પોલ હાલમાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક પ્રભાવશાળી અને 'ફાયરબ્રાન્ડ' નેતા તરીકે ઉભરી આવ્યા છે. તાજેતરની ચૂંટણીમાં તેમણે આસનસોલ દક્ષિણ બેઠક પરથી TMCના વરિષ્ઠ નેતા તાપસ બેનર્જીને 30,000 થી વધુ મતોથી હરાવીને મોટી જીત હાંસલ કરી છે. તેમની વધતી લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પીએમ મોદી અને અમિત શાહની મહત્વની સભાઓમાં મંચ સંચાલનની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી હતી.
રાજકીય અને વ્યાવસાયિક સફર:
શિક્ષણ: વિજ્ઞાનમાં સ્નાતક થયા બાદ તેમણે ફેશન ટેક્નોલોજી અને MBAની ડિગ્રી મેળવી છે.
કારકિર્દી: રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ એક સફળ ફેશન ડિઝાઇનર હતા. તેમની બ્રાન્ડ 'ઈંગા' લોકપ્રિય છે અને તેમણે શ્રીદેવી તેમજ મિથુન ચક્રવર્તી જેવી હસ્તીઓ અને બોલીવુડ ફિલ્મો માટે વસ્ત્રો ડિઝાઇન કર્યા છે.
રાજકારણ: 2019માં ભાજપમાં જોડાયા બાદ તેઓ મહિલા મોરચાના અધ્યક્ષ બન્યા. તેમણે મહિલા સશક્તિકરણ અને સ્વરક્ષણ (Self-defense) માટે જિલ્લા સ્તરે વર્કશોપ યોજીને જમીની સ્તરે મજબૂત પકડ બનાવી છે. ટૂંકા ગાળામાં એક સફળ બિઝનેસવુમનમાંથી નીડર જનપ્રતિનિધિ સુધીની તેમની સફર પ્રેરણાદાયી છે.
આગામી દિવસોમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદ અંગે મહત્વપૂર્ણ જાહેરાત થવાની શક્યતા છે. અગ્નિમિત્રા પૌલ સહિત અન્ય નેતાઓ સાથેની ચર્ચાઓ પછી અંતિમ નિર્ણય લેવાશે. હાલ માટે, દિલ્હી બેઠક રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. સ્પષ્ટ છે કે બંગાળની રાજનીતિમાં આગામી થોડા દિવસો નિર્ણાયક રહેશે. નેતૃત્વનો પ્રશ્ન ઉકેલાયા બાદ રાજ્યમાં રાજકીય દિશા વધુ સ્પષ્ટ બનશે અને તે સમગ્ર રાષ્ટ્રીય રાજકારણ પર પણ અસર કરી શકે છે.





