UPSC Reforms 2026: ભારતની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી UPSC સિવિલ સેવા પરીક્ષાના પરિણામો અને પસંદગી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા માટે કેન્દ્રીય માહિતી પંચ (CIC) એ એક ક્રાંતિકારી સૂચન કર્યું છે. અત્યાર સુધી યુપીએસસી જ્યારે અંતિમ પરિણામ જાહેર કરે છે, ત્યારે ઉમેદવાર માત્ર SC, ST કે OBC જેવી મુખ્ય અનામત શ્રેણીમાંથી આવે છે તેનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ હવે CIC એ ભલામણ કરી છે કે પસંદ થયેલા ઉમેદવારોની મુખ્ય શ્રેણીની સાથે તેમની 'પેટા જ્ઞાતિ' (Sub-caste) પણ જાહેર કરવી જોઈએ. આ ફેરફારનો મુખ્ય હેતુ અનામતનો લાભ ખરેખર કયા વર્ગો સુધી પહોંચી રહ્યો છે અને કોણ હજુ પણ વંચિત છે તેનું સચોટ વિશ્લેષણ કરવાનો છે.
RTI અરજીએ ખોલ્યા નવા દ્વાર
આ મહત્વપૂર્ણ નિર્ણય પાછળ એક RTI (માહિતી અધિકાર) અરજી જવાબદાર છે. વર્ષ 1995ની બેચમાં IAS તરીકે પસંદ થયેલા ઉમેદવારોની જ્ઞાતિવાર વિગતો એક અરજદારે માંગી હતી. જોકે, સંબંધિત સરકારી વિભાગે એવો જવાબ આપ્યો હતો કે તેમની પાસે માત્ર મુખ્ય કેટેગરી (SC/ST/OBC)નો ડેટા ઉપલબ્ધ છે, પેટા જ્ઞાતિની કોઈ વિગતો રેકોર્ડ પર નથી. આ બાબતને ગંભીરતાથી લેતા કેન્દ્રીય માહિતી પંચે અવલોકન કર્યું કે, જો ભવિષ્યમાં પેટા જ્ઞાતિની જાણકારી પણ પરિણામમાં ઉમેરવામાં આવે, તો તેનાથી સામાજિક ન્યાયના મૂલ્યાંકનમાં મોટી મદદ મળશે.
પત્ની સાથે ઝઘડો થતાં યુવકે ગુપ્તાંગ કાપીને ભગવાન શિવને ચઢાવી દીધું!: પછી ગળું કાપીને આત્મહત્યાનો પ્રયાસ, જાણો માનસિક વિકૃતિની ભયાનક હકીકત
અનામત નીતિનું થશે સચોટ આકલન
કેન્દ્રીય માહિતી પંચનું માનવું છે કે અનામતનો મુખ્ય હેતુ સમાજના પછાત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. ઘણીવાર એવી ફરિયાદો ઉઠતી હોય છે કે મુખ્ય શ્રેણીની અંદર જ કેટલીક ચોક્કસ પ્રભાવશાળી જ્ઞાતિઓ અનામતનો વધુ લાભ લઈ જાય છે, જ્યારે અન્ય પેટા જ્ઞાતિઓ હજુ પણ પાછળ રહી જાય છે. જો અંતિમ પસંદગી યાદીમાં પેટા જ્ઞાતિનો ઉલ્લેખ હશે, તો સરકાર અને નીતિ નિર્ધારકો માટે એ સમજવું સરળ બનશે કે અનામતના લાભોનું વિતરણ કેટલું સમાન છે. આનાથી વંચિત રહેલા સમુદાયોને આગળ લાવવા માટે નવી વ્યૂહરચના ઘડવામાં પણ સરળતા રહેશે.
ભારતના આકાશમાં હવે કોઈની નજર નહીં પડે: રશિયાએ S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી તેજ કરી, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
CIC એ DoPT ને આપ્યા કડક નિર્દેશ
માહિતી પંચે પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ (DoPT) ને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પસંદ થયેલા ઉમેદવારોની અંતિમ યાદીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પેટા જ્ઞાતિની વિગતો સામેલ કરવા અંગે વિચારણા કરવામાં આવે. હાલમાં UPSC ના પોર્ટલ પર માત્ર 2017 પછીનો કેટેગરી વાઈઝ ડેટા ઉપલબ્ધ છે, જેમાં પેટા જ્ઞાતિની માહિતીનો અભાવ છે. જો આ ભલામણ સ્વીકારવામાં આવશે, તો ભારતીય વહીવટી સેવાઓમાં કયા સમુદાયોનું પ્રતિનિધિત્વ કેટલું છે તેનું સ્પષ્ટ અને પારદર્શક ચિત્ર દેશ સામે આવશે.





