Home National Mamata Banerjee Resignation Refusal Article 164 Constitutional Expert Analysis

હાર છતાં રાજીનામું નહીં : શું હાર્યા પછી પણ મમતા બેનર્જી સીએમ રહી શકે? જાણો રાજ્યપાલ પાસે હવે કયા વિકલ્પો બાકી

Mamata Banerjee, West Bengal Election 2026, Article 164
Published by: Nirali Gohil
Last Updated: May 06, 2026, 04:51 AM IST

West Bengal Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં, વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પદ પરથી રાજીનામું આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. મમતા બેનર્જીએ આ હારને 'નૈતિક વિજય' ગણાવી ચૂંટણી પંચ અને ભાજપ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. આ અભૂતપૂર્વ સ્થિતિને કારણે રાજ્યમાં બંધારણીય સંકટ ઊભું થયું છે. સામાન્ય રીતે ચૂંટણીમાં હાર્યા બાદ આઉટગોઇંગ મુખ્યમંત્રીએ રાજ્યપાલને રાજીનામું સોંપવું પડે છે, પરંતુ મમતાની જિદને કારણે હવે કાયદાકીય નિષ્ણાતો અને બંધારણીય જોગવાઈઓ પર ચર્ચા તેજ બની છે.

બંધારણની કલમ 164: શું મમતા પદ પર ચાલુ રહી શકે?

પશ્ચિમ બંગાળના રાજકીય ગરમાવા વચ્ચે બંધારણીય કલમ 164 અને રાજ્યપાલની સત્તાઓ ચર્ચાના કેન્દ્રમાં છે. બંધારણીય નિષ્ણાતોના મતે, ચૂંટણીમાં પરાજય છતાં મમતા બેનર્જીનું રાજીનામું ન આપવું એ કાયદાકીય પાસાં કરતાં રાજકીય દાવપેચ વધુ જણાય છે. બંધારણની કલમ 164 સ્પષ્ટપણે ઉલ્લેખ કરે છે કે મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ત્યાં સુધી જ પદ પર રહી શકે છે જ્યાં સુધી રાજ્યપાલની 'મરજી' (Pleasure of the Governor) હોય. જ્યારે કોઈ પક્ષ વિધાનસભામાં બહુમતી ગુમાવે છે, ત્યારે મુખ્યમંત્રી માટે રાજીનામું આપવું એ માત્ર નૈતિક જ નહીં પરંતુ બંધારણીય જવાબદારી બની જાય છે.

‘દર છ માંથી એક સાંસદ વોટ ચોરીથી જીત્યા’: રાહુલ ગાંધીનો BJP પર ફરી પ્રહાર

જો મુખ્યમંત્રી સ્વેચ્છાએ રાજીનામું ન આપે, તો રાજ્યપાલ પાસે તેમને બરતરફ કરવાની અને નવા ચૂંટાયેલા નેતાને શપથ લેવડાવવાની સંપૂર્ણ સત્તા છે. બંધારણીય મર્યાદા મુજબ એક રાજ્યમાં એકસાથે બે મુખ્યમંત્રી હોઈ શકે નહીં, તેથી જે ક્ષણે નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરે છે, તે જ ક્ષણે જૂના મુખ્યમંત્રી આપોઆપ પદ પરથી મુક્ત થયેલા ગણાય છે.

શશી થરૂરે પીએમ મોદી અને અમિત શાહની પ્રશંસા કરી: કહ્યું- કોંગ્રેસે આ શીખવું પડશે

રાજ્યપાલની સત્તા અને કલમ 356 નો ભય

રાજ્યપાલ પાસે અન્ય કડક બંધારણીય વિકલ્પો પણ ઉપલબ્ધ છે, જેમાં કલમ 356નો સમાવેશ થાય છે. જો પરાજિત મુખ્યમંત્રી પદ છોડવાનો ઇનકાર કરી મોટા વહીવટી નિર્ણયો લેવાનું ચાલુ રાખે અને રાજ્યનું શાસન બંધારણીય જોગવાઈઓ મુજબ ચાલતું ન હોય, તો રાજ્યપાલ કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી શકે છે. આ ઉપરાંત, રાજ્યપાલ વિધાનસભામાં તાત્કાલિક બહુમતી પરીક્ષણ (Floor Test) કરવાનો આદેશ આપી શકે છે, જેમાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહેતા સરકાર આપોઆપ પડી જાય છે.

વિજયને સરકાર બનાવવા માટે 10 ધારાસભ્યોની જરૂર: કોંગ્રેસ તમિલનાડુમાં TVK ને સમર્થન આપશે

નિષ્ણાતોનો મત: 'એક્સપાયર્ડ મેડિસિન' જેવી સ્થિતિ

પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી અને નિવૃત્ત અમલદાર જવાહર સરકારના જણાવ્યા મુજબ, "જ્યારે સરકારની મુદત પૂરી થઈ જાય ત્યારે રાજીનામું આપવું કે ન આપવું તે ગૌણ છે. તે 'એક્સપાયર્ડ મેડિસિન' (મુદત વીતી ગયેલી દવા) જેવું છે, જેની કોઈ કિંમત હોતી નથી". સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહે પણ જણાવ્યું છે કે જો મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો પણ રાજ્યપાલ તેમને હટાવીને નવી વ્યક્તિને શપથ લેવડાવી શકે છે.

પશ્ચિમ બંગાળમાં હવે કોણ બનશે ભાજપના મુખ્યમંત્રી?: અમિત શાહની 'ક્રાઈટેરિયા'માં આ નેતાઓ છે રેસમાં, જાણો નામ

હવે આગળ શું થશે?

ભાજપે બંગાળમાં 207 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે. મમતા બેનર્જી પોતે પણ ભવાનીપુર બેઠક પરથી શુભેન્દુ અધિકારી સામે હારી ગયા છે. વર્તમાન મમતા સરકારની મુદત 7 મે, 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. જો તે સમય સુધીમાં મમતા રાજીનામું નહીં આપે, તો રાજ્યપાલ હસ્તક્ષેપ કરીને નવી સરકાર રચવાની પ્રક્રિયા આગળ ધપાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now