West Bengal BJP CM: પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. 15 વર્ષના લાંબા શાસન બાદ મમતા બેનર્જીને સત્તા પરથી હટાવીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. હવે આખી દુનિયાની નજર એક જ સવાલ પર છે કે, બંગાળની ગાદી પર કોણ બેસશે? ભાજપ સરકારના શપથ ગ્રહણની તારીખ નક્કી થઈ ગઈ છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે નિરીક્ષક તરીકે કોલકાતા પહોંચી રહ્યા છે. અમિત શાહની આ મુલાકાત મુખ્યમંત્રીના નામ પર મહોર મારવા માટે છે. ભાજપના ધારાસભ્યો સાથેની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પરંતુ અમિત શાહે અગાઉ આપેલા સંકેતો મુજબ મુખ્યમંત્રી કોણ બની શકે છે, તે અંગે અટકળો તેજ બની છે.
અમિત શાહની 'ક્રાઈટેરિયા': કોણ હશે બંગાળના લાડલા?
અમિત શાહની 'ક્રાઈટેરિયા' મુજબ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદ માટેની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ વારંવાર ભાર મૂક્યો હતો કે આગામી મુખ્યમંત્રી બંગાળી જ હશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ પદ માટે એવી વ્યક્તિને પસંદ કરવામાં આવશે જે બંગાળની ધરતીનો પુત્ર હોય, રાજ્યમાં જન્મેલો અને ભણેલો હોય, તેમજ જેને બંગાળી ભાષા પર સંપૂર્ણ પ્રભુત્વ હોય. આ ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભાજપનો એક પાયાનો અને સમર્પિત કાર્યકર હશે. આ માપદંડો રજૂ કરીને શાહે વિપક્ષી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભાજપ પર લગાવાતા 'બહારના' હોવાના આરોપોને સચોટ જવાબ આપ્યો છે. હવે જ્યારે ભાજપ સત્તાના દ્વારે છે, ત્યારે આ કડક માપદંડોમાં ફિટ બેસતા શુભેન્દુ અધિકારી, દિલીપ ઘોષ અને સુકાંત મજુમદાર જેવા નેતાઓના નામ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી મોખરે છે.
બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસાનો તાંડવ!: કોલકાતાના ન્યૂ માર્કેટમાં બુલડોઝરથી તોડફોડ, બેના મોત, રાજકીય અથડામણ તેજ
શુભેન્દુ અધિકારી: રેસમાં સૌથી આગળ
મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી પહેલું અને મજબૂત નામ શુભેન્દુ અધિકારીનું છે. શુભેન્દુએ ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને 15,000 થી વધુ મતોથી હરાવીને પોતાની તાકાત સાબિત કરી દીધી છે. અમિત શાહને 'આક્રમક' અને વહીવટી અનુભવ ધરાવતા નેતાઓ પસંદ છે અને શુભેન્દુ આ બંનેમાં ફિટ બેસે છે. અગાઉ 2021 માં નંદીગ્રામમાં મમતાને હરાવ્યા બાદ તેઓ વિપક્ષના નેતા તરીકે ખૂબ સક્રિય રહ્યા હતા.
પંજાબમાં બે જોરદાર વિસ્ફોટ!: BSF હેડક્વાર્ટર અને આર્મી કેન્ટોનમેન્ટ પાસે અચાનક બ્લાસ્ટ, સુરક્ષા તંત્રમાં હડકંપ
અન્ય મજબૂત દાવેદારો: દિલીપ ઘોષથી લઈને સુકાંત મજુમદાર સુધી
માત્ર શુભેન્દુ જ નહીં, પરંતુ ભાજપ પાસે બંગાળમાં નેતાઓની મોટી યાદી છે જે મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર ગણાય છે:
દિલીપ ઘોષ: પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને જમીની સ્તરે મજબૂત પકડ ધરાવતા નેતા.
સુકાંત મજુમદાર: હાલના પ્રદેશ અધ્યક્ષ જેમણે સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
સમિક ભટ્ટાચાર્ય અને અગ્નિમિત્રા પોલ: આ નેતાઓ પણ પક્ષના વફાદાર અને બંગાળી અસ્મિતાના ચહેરા તરીકે જાણીતા છે.
“હું રાજીનામું નહીં આપું”: ચૂંટણીમાં હાર બાદ ચૂંટણી પંચ અને BJP પર ગંભીર આરોપ
આજે સાંજે લેવાઈ શકે છે મોટો નિર્ણય
ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે કોલકાતા પહોંચીને ભાજપના નવનિર્વાચિત ધારાસભ્યો સાથે બેઠક કરશે. આ બેઠકમાં લોકશાહી ઢબે નેતાની પસંદગી કરવામાં આવશે. બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની રહી હોવાથી કેન્દ્રીય નેતૃત્વ એવા ચહેરાની પસંદગી કરવા માંગે છે જે 2026 ના વિજયને સ્થિર શાસનમાં બદલી શકે.






