Home National Punjab Double Blast Amritsar Jalandhar Bsf Investigation

પંજાબમાં બે જોરદાર વિસ્ફોટ! : BSF હેડક્વાર્ટર અને આર્મી કેન્ટોનમેન્ટ પાસે અચાનક બ્લાસ્ટ, સુરક્ષા તંત્રમાં હડકંપ

Punjab blast
Published by: Suman Dabhi
Last Updated: May 06, 2026, 04:02 AM IST

Punjab blast: પંજાબમાં મંગળવારે રાત્રે અને બુધવારે સવારે બે અલગ-અલગ સ્થળોએ થયેલા વિસ્ફોટોએ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર મૂકી દીધી છે. એક ઘટના અમૃતસરના ખાસા આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બહારથી ફેંકાયેલા વિસ્ફોટકથી થઈ હોવાની શંકા છે, જ્યારે જલંધરમાં BSF પંજાબ ફ્રન્ટિયર મુખ્યાલયની બહાર પાર્ક કરેલા સ્કૂટરમાં જોરદાર વિસ્ફોટ થયો.

જલંધર BSF હેડક્વાર્ટર પાસે સ્કૂટર વિસ્ફોટ

મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે BSF ચોક નજીક ફ્રન્ટિયર મુખ્યાલયની બહાર પાર્ક કરેલા સ્કૂટરમાં અચાનક આગ લાગી અને જોરદાર વિસ્ફોટ થયો. CCTV ફૂટેજમાં વિસ્ફોટની તીવ્રતા સ્પષ્ટપણે જોવા મળે છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સ્કૂટરના ટુકડા-ટુકડા થઈ ગયા અને તે સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગયું.

નજીકમાં ઊભેલી વ્યક્તિઓ અને સૈનિકો ચોંકી ગયા હતા. સ્થાનિકોએ મોટો અવાજ સાંભળ્યો હતો. આ સ્કૂટર 22 વર્ષીય ગુરપ્રીત સિંહનું હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળને ઘેરી લીધું છે અને તપાસ શરૂ કરી છે.

બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસાનો તાંડવ!: કોલકાતાના ન્યૂ માર્કેટમાં બુલડોઝરથી તોડફોડ, બેના મોત, રાજકીય અથડામણ તેજ

અમૃતસરમાં આર્મી કેન્ટોનમેન્ટ પર ગ્રેનેડ હુમલાની શંકા

બીજી ઘટના અમૃતસરના ખાસા આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે બની. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, માસ્ક પહેરેલા બાઇક સવારોએ કેન્ટોનમેન્ટની સીમા દિવાલ તરફ વિસ્ફોટક (શંકિત ગ્રેનેડ) ફેંક્યો હતો. વિસ્ફોટમાં દિવાલ પરનું લોખંડનું ટીન/શેડ તૂટી પડ્યું અને ગેટ નંબર 6-7 વચ્ચેની દિવાલને આંશિક નુકસાન થયું.

ફોરેન્સિક ટીમે દિવાલ પરથી પુરાવા એકત્રિત કર્યા છે. લશ્કર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. નોંધનીય છે કે વિસ્ફોટ સ્થળથી થોડા અંતરે BSF કેમ્પ પણ આવેલો છે.

સુરક્ષા એજન્સીઓની સક્રિયતા:

બંને ઘટનાઓને ગંભીરતાથી લઈને તપાસ ચાલી રહી છે. હાલમાં કોઈ હતાહતની જાણ નથી, પરંતુ સમગ્ર પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.આ બંને ઘટનાઓ પંજાબના સુરક્ષા વાતાવરણને ફરી એક વાર ચર્ચામાં લાવી છે. વધુ વિગતો તપાસ સાથે સામે આવવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now