India vs Australia Series Is Starting Soon: ભારતીય ક્રિકેટ ટીમ ઓક્ટોબર અને નવેમ્બરમાં ઘણી ક્રિકેટ મેચો રમશે. ટીમ ઇન્ડિયા ઓક્ટોબરમાં પાંચ મેચ રમશે. ભારતીય ટીમ નવેમ્બરની શરૂઆતમાં 3 T20I મેચ પણ રમશે. ક્રિકેટ ચાહકોને પુષ્કળ એક્શન જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે રમતા જોવા મળશે. ટીમ ઈન્ડિયા થોડા દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર 3 વનડે અને 5 T20I મેચ રમશે. વિરાટ કોહલી અને રોહિત શર્માની 3 મેચની વનડે સીરિઝ 19 ઓક્ટોબરથી શરૂ થશે. પછી, 29 ઓક્ટોબરથી 5 મેચની T20I સીરિઝ શરૂ થશે.
કેપ્ટન અને સ્ક્વાડ
ભારતીય ટીમ ઓક્ટોબર અને નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે તેની બધી મેચ રમશે. રિપોર્ટ અનુસાર, ભારતીય ટીમ 15 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જશે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં 3 વનડે અને 5 T20I મેચ રમશે. BCCI એ આ બંને સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલને વનડેનો કેપ્ટન અને T20I માં વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ઓક્ટોબરમાં આ દિવસોમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે
તારીખ | ફોર્મેટ | ટીમ vs ટીમ | સ્થળ |
---|---|---|---|
19 Oct 2025 | 1st ODI | Ind vs Aus | પર્થ સ્ટેડિયમ, પર્થ |
23 Oct 2025 | 2nd ODI | Ind vs Aus | એડિલેડ ઓવલ, એડિલેડ |
25 Oct 2025 | 3rd ODI | Ind vs Aus | સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની |
29 Oct 2025 | 1st T20I | Ind vs Aus | મનુકા ઓવલ, કેનબેરા |
31 Oct 2025 | 2nd T20I | Ind vs Aus | મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, મેલબોર્ન |
નવેમ્બરમાં આ દિવસે રમશે ટીમ ઈન્ડિયા
તારીખ | ફોર્મેટ | ટીમ vs ટીમ | સ્થળ |
---|---|---|---|
2 Nov 2025 | 3rd T20I | Ind vs Aus | બેલેરીવ ઓવલ, હોબાર્ટ |
6 Nov 2025 | 4th T20I | Ind vs Aus | બિલ પીપેન ઓવલ, ગોલ્ડ કોસ્ટ, ક્વીન્સલેન્ડ |
8 Nov 2025 | 5th T20I | Ind vs Aus | બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્બેન |
India’s ODI squad: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), અક્ષર પટેલ, કે. એલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ધ્રુવ જૂરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.
India’s T20I squad: સૂર્યકુમાર યાદવ (C), અભિષેક શર્મા, શુભમન ગિલ (VC), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (WK), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (WK), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.
નવેમ્બરમાં આ દિવસે રમશે ટીમ ઈન્ડિયા
સાઉથ આફ્રિકા 14 નવેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ભારતની સામે કુલ 10 મેચો રમવાની છે જેમાં 2-ટેસ્ટ, 3-ODI અને 5-T20I મેચો રમશે.
તારીખ | ફોર્મેટ | ટીમ vs ટીમ | સ્થળ |
---|---|---|---|
14 Nov - 18 Nov 2025 | 1st TEST | Ind vs Sa | ઇડન ગાર્ડન્સ, કોલકાતા |
22 Nov - 26 Nov 2025 | 2nd TEST | Ind vs Sa | ACA સ્ટેડિયમ, ગુવાહાટી |
30 Nov 2025 | 1st ODI | Ind vs Sa | JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ, રાંચી |